AQIમાં ઘટાડા છતાં દિલ્હી સરકારનો આદેશ સરકારી તેમજ ખાનગી કંપનીઓને પણ લાગુ પડશે
દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, દિલ્હી સરકારે એક મોટી જાહેરાત કરી છે. આવતીકાલ, ગુરુવારથી, દિલ્હીની તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 50% ઘરેથી કામ ફરજિયાત કરવામાં આવ્યું છે. પ્રદૂષણનું સ્તર અને રસ્તાઓ પર વાહનોની સંખ્યા ઘટાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરતી સંસ્થાઓ પર ભારે દંડ ફટકારવામાં આવશે. દિલ્હીના કેબિનેટ મંત્રી કપિલ મિશ્રાએ જાહેરાત કરી કે આવતીકાલથી, દિલ્હીની તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓમાં 50% ઘરેથી કામ ફરજિયાત કરવામાં આવશે.
શ્રમ વિભાગે નિર્ણય લીધો છે કે દિલ્હી સરકાર ગ્રેપ-3 દરમિયાન 16 દિવસના બાંધકામ બંધથી પ્રભાવિત નોંધાયેલા કામદારોના ખાતામાં સીધા 10,000 રૂૂપિયાનું વળતર આપશે. ગ્રેપ-4 સમાપ્ત થયા પછી પણ આ આધાર પર રાહત ચાલુ રહેશે. જે સંસ્થાઓ પાલન નહીં કરે તેમને દંડ કરવામાં આવશે. બુધવારે દિલ્હીનો હવા ગુણવત્તા સૂચકાંક 329 પર ખૂબ જ ખરાબ શ્રેણીમાં રહ્યો, જે છેલ્લા ત્રણ દિવસથી રાજધાનીને ઘેરી લેનારા ગંભીર પ્રદૂષણથી થોડો સુધારો દર્શાવે છે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અનુસાર, દિલ્હીના તમામ મોનિટરિંગ સ્ટેશનો પર સવારે 7 વાગ્યે AQI ગંભીર શ્રેણીથી નીચે હતો, કેટલાક વિસ્તારોમાં તે ખરાબ ક્ષેત્રમાં નોંધાયું હતું. ભારે પવન અને પાતળા ધુમ્મસને કારણે, મંગળવારે પ્રદૂષણ સ્તર ગંભીર શ્રેણીમાંથી બહાર નીકળી ગયું. 24 કલાકનો AQI 354 રહ્યો. ઈઙઈઇ અનુસાર, 0 થી 50 વચ્ચેનો AQI “સારો”, 51 અને 100 “સંતોષકારક”, 101 અને 200 “મધ્યમ”, 201 અને 300 “ખરાબ”, 301 અને 400 “ખૂબ જ ખરાબ” અને 401 અને 500 “ગંભીર” માનવામાં આવે છે.
