ગોંડલના ચરખડી ગામે જમીન માપણી વખતે માથાકૂટ, સામસામે ફરિયાદ

બે સગાભાઇઓ સહિત 4 સામે ગુનો નોંધાયો ગોંડલ તાલુકાના ચરખડી ગામની સીમમાં જમીન માપણીના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધાક-ધમકીનો મામલો સામે આવ્યો…

બે સગાભાઇઓ સહિત 4 સામે ગુનો નોંધાયો

ગોંડલ તાલુકાના ચરખડી ગામની સીમમાં જમીન માપણીના મામલે બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ધાક-ધમકીનો મામલો સામે આવ્યો છે. આ ઘટના અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે કાયદેસરની ફરિયાદો દાખલ કરવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ચરખડી ગામના હાર્દિકસિંહ સુખદેવસિંહ ચુડાસમાએ કરેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ ચરખડી ગામના સર્વે નંબરમાં આવેલી તેમની વાડીએ ગયા હતા, ત્યારે ત્યાં હાજર સુરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજા અને વિજયસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ જમીનની માપણી કરવાની જીદ પકડી હતી. હાર્દિકસિંહે માપણી કરવાની ના પાડતા, આરોપીઓએ ઉશ્કેરાઈને બેફામ ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના દરમિયાન સ્થાનિક સરપંચ પ્રતિનિધિ અને અન્ય લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો.

બીજી તરફ, વળતી ફરિયાદમાં સુરેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે તેઓ સરકારી ડી.એલ.આર. (ઉકછ) અધિકારી સાથે પોતાની સર્વે નંબર 289 પૈકી 3 ની જમીનની કાયદેસર માપણી કરાવવા ગયા હતા. તે સમયે હાર્દિકસિંહ ચુડાસમાએ ત્યાં આવીને માપણી રોકવાનો પ્રયાસ કર્યો હતો. તમામ ખાતેદારો હાજર ન હોવાથી માપણી સ્થગિત કરી જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે ગૌરાંગસિંહ ચુડાસમાએ પોતાની ફોર-વ્હીલર ગાડી આડી રાખી તેમનો રસ્તો રોક્યો હતો.

આરોપ છે કે ગૌરાંગસિંહે ગાડીમાંથી ધોકો કાઢી, ગાળો આપી, જીલ્લા મેજીસ્ટ્રેટના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં ગોંડલ તાલુકા પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધીને વધુ તપાસ શરૂૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *