ભાવિ પત્નીના પ્રેમીને મળવા બોલાવી ધોકા ફટકારી માથું ફોડી નાખ્યું

પ્રેમિકાએ અન્ય જગ્યાએ સગપણ નક્કી કર્યાનું કહેતા પ્રેમીએ યુવકને ફોન કરી ખાતરી કર્યા બાદ મધરાત્રે બનાવ: બે સામે ફરિયાદ શહેરના જામનગર રોડ પર સહજાનંદ વાટીકામાં…

પ્રેમિકાએ અન્ય જગ્યાએ સગપણ નક્કી કર્યાનું કહેતા પ્રેમીએ યુવકને ફોન કરી ખાતરી કર્યા બાદ મધરાત્રે બનાવ: બે સામે ફરિયાદ

શહેરના જામનગર રોડ પર સહજાનંદ વાટીકામાં રહેતા યુવાને તેની પ્રેમીકાનું અન્ય જગ્યાએ સગપણ નક્કી થતા તેની ખાતરી કરવા માટે જેની સાથે સગપણ થયુ હતુ તેને ફોન કરી ખાતરી કરી હતી. જેથી ભાવિ પત્નીના પ્રેમીને મળવા બોલાવી બે શખ્સોએ ધોકા ફટકારી માથુ ફોડી નાખ્યુ હતુ આ અંગે પોલીસે યુવાનની ફરિયાદ પરથી પ્રેમીકાના ભાવિ પતિ સહિત બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જાણવા મળતી વિગત મુજબ સહજાદનંદ વાટકી શેરી નં.4માં રહેતા જયદિપ જશાભાઇ વાઘેલા (ઉ.વ.31)એ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પવન દેવશી મકવાણા અને તેની સાથે આવેલો અજાણયો શખ્સનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તેને ચારેક વર્ષથી મમતા નામની યુવતી સાથે પ્રેમ સંબધ હતો છ મહિના પહેલા મમતાએ જણાવેલુ કે મારા ભાઇએ મારુ બીજે નક્કી કર્યુ છે. જેથી આપણે રાજી ખુશીથી પ્રેમસંબધ પુરા કરીયે છે. મમતાએ જણાવેલુ કે મારો સંબધ પવન દેવશી મકવાણા સાથે નક્કી કર્યો છે. જેથી ફરિયાદીએ તેની ખારાઇ કરવા માટે મમતા પાસેથી પવનના મોબાઇલ નંબર મેળવી ગઇકાલે પવનને ફોન કરી જાણ કરતા રાત્રે 9 વાગ્યા સરાજા પાર્ટીપ્લોટ પાસે મળવા બોલાવ્યો હતો. ત્યારે વાત કરી પવન સાથે જ સગપણની ખાતરી થઇ જતા તે ત્યાથી જતો રહ્યો હતો.

બાદમાં રાત્રે 2.30 વાગ્યે આરોપી પવને ફરિયાદીને ફોન કરી મળવા બોલવતા નવી કોર્ટ બિલ્ડિંગ પાસે ગયો હતો ત્યારે પવન અને તેની સાથે આવેલા શખ્સે લાકડાનો ધોકા વડે હુમલો કરી માથામાં ધોકો જીકી દેતા તેનુ માથુ ફોડી નાખ્યુ હતુ. અને ઢીકા પાટુનો મારમાર્યો હતો દરમિયાન ફરિયાદીના મિત્રો આવી જતા બંન્ને આરોપી નાશી છૂટયા હતા. ઇજાગ્રસ્ત જયદિપને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે પોલીસે જયદિપની ફરિયાદ પરથી બંન્ને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *