એક વર્ષથી રોડ, લાઇટ, વરસાદી પાણીની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકોનો વિરોધ: રેેંકડી કાઢી પ્રદર્શન કર્યુ: ઉગ્ર આંદોલનની ચીમકી
શહેરનાં ભંગાર થયેલા રસ્તાઓ બાબતે વિવિધ વિસ્તારમાથી ફરીયાદો ઉઠી રહી છે ત્યારે વોર્ડ નંબર 18 મા બિસ્માર રસ્તાઅને વરસાદી પાણી ભરાવવાની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ગયેલા સ્થાનીકો સાથે કોંગ્રેસ દ્વારા આશ્યજનક કાર્યક્રમ આપવામા આવ્યો હતો જેમા ખરાબ રસ્તા પર રેકડી કાઢી અને તંત્રને સદબુધ્ધિ આવે તે માટે હોમ હવન કર્યા હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર 18માં આવેલા વિનોદનગર, રાધાકૃષ્ણ મેઈન રોડ, રેઈન્બો પાર્ક અને અન્ય સોસાયટીઓમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે. વરસાદની ઋતુમાં ગોઠણ સુધી પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આવા રસ્તાઓ પર ચાલવું જોખમી બની જાય છે. અત્યાર સુધીમાં ઘણા વૃદ્ધો લપસી પડ્યા છે અને તેમને ઈજાઓ પણ થઈ છે.
રસ્તાઓ ખખડધજ ઉપરાંત વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટની પણ મોટી સમસ્યા છે. રાત્રિના સમયે લાઇટો કા તો બંધ હોય છે અથવા તો અત્યંત ડીમ હોય છે, જેના કારણે અંધારપટ છવાઈ જાય છે અને અકસ્માતનો ભય રહે છે. વિનોદ-2માં લાઇટો બિલકુલ ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત, કલાકો સુધી લાઈટ ગુલ થઈ જાય છે જે દૈનિક જીવનને વધુ મુશ્કેલ બનાવે છે. કોંગ્રેસના અગ્રણી નરેશ ગઢવીએ જણાવ્યું હતું કે, એક વર્ષથી આ રોડ માટે અમે લડી રહ્યા છીએ. કોર્પોરેટરને અને કમિશનરને પણ રજૂઆત કરેલી છે, છતાં પણ અવગણના થઈ રહી છે. અમારી માગ માત્ર ડામર રોડની નથી.
