કોલકાતાને હરાવીને ગુજરાતની જીતની હેટ્રિક; ગિલ, રબાડા હીરો

શુભમન ગિલની કેપ્ટનશીપ ઇનિંગ્સ અને અંતિમ ઓવરોમાં બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ગુજરાત ટાઇટન્સને વિજય મળ્યો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ગુજરાતે 5 વિકેટથી…

શુભમન ગિલની કેપ્ટનશીપ ઇનિંગ્સ અને અંતિમ ઓવરોમાં બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ગુજરાત ટાઇટન્સને વિજય મળ્યો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે ગુજરાતે 5 વિકેટથી વિજય મેળવ્યો. આ સાથે કોલકાતાની પાંચ મેચની હારનો સિલસિલો સમાપ્ત થયો. કોલકાતાએ હજુ સુધી એક પણ જીત નોંધાવી નથી, તેમની એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

કેકેઆરે પહેલા બેટિંગ કરતા કેમેરુન ગ્રીનના 79 રનની મદદથી 180 રન બનાવ્યા હતા. અમદાવાદમાં આ એક ઓછો સ્કોર હતો અને અંતે અજિંક્ય રહાણેની ટીમ હારી ગઈ. ગુજરાતે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરીને વિજય મેળવ્યો. IPL 2026માં આ તેમની સતત ત્રીજી જીત છે.

અગાઉ, ઈંઙકના સૌથી મોંઘા વિદેશી ખેલાડી કેમેરુન ગ્રીને શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ તેમ છતાં, કોલકાતા નાઈટ રાઈડર્સ (ઊંઊંછ)ની ઇનિંગ્સ અંતિમ ઓવરોમાં પડી ભાંગી હતી. ગ્રીન (79)ની અડધી સદીને કારણે, KKR 20 ઓવરમાં ફક્ત 180 રન જ બનાવી શક્યું, જે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માટે ખૂબ જ ઓછો સ્કોર માનવામાં આવે છે. ગુજરાતના ઝડપી બોલરો રબાડા (3/29) અને મોહમ્મદ સિરાજ (2/23) એ નવા બોલ સાથે શાનદાર બોલિંગ કરી, ટોપ ઓર્ડરને ધ્વસ્ત કરી દીધો. અશોક શર્મા (2/45) અને પ્રસિદ્ધ કૃષ્ણ (1/32) એ પણ ઉત્તમ ટેકો આપ્યો.

ટોસ જીત્યા પછી KKR એ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ટીમને શરૂૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણે અને યુવા બેટ્સમેન રઘુવંશી પ્રથમ બે ઓવરમાં જ આઉટ થઈ ગયા. સિઝનની પોતાની પહેલી મેચ રમી રહેલા ટિમ સીફર્ટ પણ નોંધપાત્ર યોગદાન આપવામાં નિષ્ફળ ગયો અને પાવરપ્લેમાં ત્રીજી વિકેટ પડી ગઈ. જોકે, રોવમેન પોવેલ અને કેમેરુન ગ્રીને ઇનિંગ્સને સ્થિર કરી હતી.

પોજીશન પર બઢતી મળતાં, પોવેલે આક્રમક વલણ અપનાવ્યું, જેનો ગ્રીન પર પણ પ્રભાવ પડ્યો. સાથે મળીને, તેમણે ટીમને સ્થિર કરવા અને મેચને રમતમાં પાછી લાવવા માટે 50 થી વધુની ભાગીદારી કરી. પોવેલના આઉટ થયા પછી, ગ્રીને જવાબદારી સંભાળી અને શાનદાર અડધી સદી ફટકારી, ટીમને મજબૂત સ્થિતિમાં લાવી. પરંતુ અંતિમ પાંચ ઓવરોએ આખી વાર્તા બદલી નાખી. ગ્રીનનો સ્ટ્રાઈક રેટ ઘટ્યો અને દબાણ વધ્યું. પરિણામે, ઊંઊંછએ માત્ર 33 રનમાં છ વિકેટ ગુમાવી દીધી.

181 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતની શરૂૂઆત શાનદાર રહી. કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શને પ્રથમ વિકેટ માટે 57 રનની ઓપનિંગ ભાગીદારી કરી, જેનાથી વિજયનો પાયો નાખ્યો. સુદર્શન 22 રન બનાવીને આઉટ થયો, પરંતુ કેપ્ટન ગિલ ક્રીઝ પર રહ્યો અને જોસ બટલર સાથે ભાગીદારી કરી.

ગિલે IPL 2026માં સતત ત્રીજી અડધી સદી ફટકારી. તેણે અગાઉ દિલ્હી (70) અને લખનઉ (56) સામે અડધી સદી ફટકારી હતી. તેણે 50 બોલમાં 86 રન બનાવ્યા હતા, જેમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે. ગિલ સિવાય, અન્ય કોઈ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. જોસ બટલરે 25 રન બનાવ્યા.

વોશિંગ્ટન સુંદર પણ 13 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન ગિલના આઉટ થયા પછી, ગ્લેન ફિલિપ્સ અને રાહુલ તેવતિયાએ બાજી સંભાળી. ગુજરાતને છેલ્લી ઓવરમાં જીતવા માટે પાંચ રનની જરૂૂર હતી અને અજિંક્ય રહાણેએ બોલ રમણદીપને સોંપ્યો. તે ક્યારેક ક્યારેક બોલિંગ કરતો અને ઓવરના પહેલા બોલ પર ફિલિપ્સને આઉટ કર્યો હતો. ફિલિપ્સ 19 રન બનાવીને આઉટ થયો. એવું લાગતું હતું કે જીટીનું વહાણ કાંઠે ન ડુબી જાય પરંતુ અંતે તેઓ પાંચ વિકેટથી મેચ જીતવામાં સફળ રહ્યા હતા.

કોલકાતા માટે ગ્રીન એકલા હાથે લડ્યો
પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ, ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરુન ગ્રીને બાજી સંભાળી. તેણે શરૂૂઆતમાં સંયમ બતાવ્યો અને પછી મધ્ય ઓવરોમાં આક્રમક વલણ અપનાવ્યું, 55 બોલમાં 79 રન બનાવ્યા. તેની ઇનિંગમાં ગ્રીને સાત ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા. તેણે પહેલા રોવમેન પોવેલ સાથે 55 રનની ભાગીદારી કરી અને પછી અનુકુલ રોય સાથે 60 રન ઉમેરીને ટીમને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. ગ્રીને ખાસ કરીને રાશિદ ખાન સામે સારી બેટિંગ કરી. તેણે રાશિદ ખાનની ઓવરમાં પાંચ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા, પરંતુ આખરે, તે જ બોલર ઇનિંગના છેલ્લા બોલ પર તેને આઉટ કરવામાં સફળ રહ્યો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *