હરસિધ્ધિ સોસાયટીના યુવાનનો દેણુ વધી જતા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ

શહેરમાં માંડાડૂંગર પાસે આવેલી હરસિધ્ધી સોસાયટીમાં રહેતા યુવાને દેણુ વધી જતા મહિકા ગામે ફિનાઇલ પી લીધુ હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડાયો હતો.…

શહેરમાં માંડાડૂંગર પાસે આવેલી હરસિધ્ધી સોસાયટીમાં રહેતા યુવાને દેણુ વધી જતા મહિકા ગામે ફિનાઇલ પી લીધુ હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ માંડાડૂંગર પાસે આવેલી હરસિધ્ધી સોસાયટીમાં રહેતા વનરાજ ધુધાભાઇ ચૌહાણ (ઉ.વ.23) બપોરના સમયે મહિકા ગામે હતો. ત્યારે ફિનાઇલ પી લીધુ હતું. યુવકની તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વનરાજ ચૌહાણે અગાઉ કારખાનુ ચાલુ કર્યુ હતું. તે દરમિયાન સાત લાખ વ્યાજે લીધા હતા. કારખાનુ નહીં ચાલતા દેવામાં ડૂબેલા યુવાને ફિનાઇલ પી મિત્રને વીડિયો કોલ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમાં માંડાડૂંગરમાં રહેતા ભૂરા મનુભાઇ સોનારા (ઉ.વ.25)એ કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં ભૂરા સુનારાએ અગાઉ પણ બે થી ત્રણ વખત પરિવારને ડરાવવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને ગઇકાલે ગળેફાંસો ખાઇ તેની બહેન કાજલબેને વીડિયો કોલ કર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. ઉ5રોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *