વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી બની હરમનપ્રીત કૌર

ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સનો 355 મેચનો વિશ્ર્વવિક્રમ તોડ્યો ભારતની મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌર વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી બની છે. તે ગુરુવારે 356મી…

ન્યૂઝીલેન્ડની સુઝી બેટ્સનો 355 મેચનો વિશ્ર્વવિક્રમ તોડ્યો

ભારતની મહિલા કેપ્ટન હરમનપ્રીત કૌર વિમેન્સ ક્રિકેટમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ખેલાડી બની છે. તે ગુરુવારે 356મી મેચ રમી હતી અને એ સાથે તેણે ન્યૂ ઝીલેન્ડની સુઝી બેટ્સનો 355 મેચનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો હતો.

આ લિસ્ટમાં ઑસ્ટ્રેલિયાની એલીસ પેરી 349 મેચ સાથે ત્રીજા નંબરે અને ભારતની ભૂતપૂર્વ ખેલાડી મિતાલી રાજ 333 મેચ સાથે ચોથા સ્થાને છે. ઇંગ્લેન્ડની શાર્લોટ એડવર્ડ્સ 309 મેચ સાથે પાંચમે છે. હરમનપ્રીતે 2009માં ડેબ્યૂ કર્યું હતું. તેની 356 મેચમાં છ ટેસ્ટ, 161 વન-ડે અને 189 ટી-20નો સમાવેશ છે.

દરમ્યાન, ગુરુવારે કેનબેરામાં ઑસ્ટ્રેલિયાની વિમેન્સ ટીમ (5/163) સામેની બીજી ટી-20માં ભારતીય મહિલા ટીમ (9/144)નો 19 રનથી પરાજય થતાં સિરીઝ 1-1ની બરાબરીમાં થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *