MPમાં મધમાખીના 50 ડંખથી અમ્પાયરનું મોત

મધ્ય પ્રદેશના એક ક્રિકેટ મેદાન પર મોટી ટ્રેજેડી થઈ ગઈ જેમાં અન્ડર-13 લીગની એક મેચ દરમ્યાન અસંખ્ય મધમાખીઓએ આક્રમણ કરતા અમ્પાયરનું મૃત્યુ નીપજ્યું હતું. ગઇકાલે…

મધ્ય પ્રદેશના એક ક્રિકેટ મેદાન પર મોટી ટ્રેજેડી થઈ ગઈ જેમાં અન્ડર-13 લીગની એક મેચ દરમ્યાન અસંખ્ય મધમાખીઓએ આક્રમણ કરતા અમ્પાયરનું મૃત્યુ નીપજ્યું હતું. ગઇકાલે સવારે બનેલી આ ઘટનામાં માનિક ગુપ્તા નામના અમ્પાયર મધમાખીના ઓચિંતા આક્રમણનો ભોગ બન્યા હતા. તેમના સાથી અમ્પાયર જગદીશ શર્મા તેમ જ ખેલાડીઓને પણ મધમાખીઓના ડંખને લીધે ઈજા પહોંચી હતી.

આ કમનસીબ ઘટના ઉનાઓમાં શુક્લાગંજ સ્થિત સપ્રૂ ગ્રાઉન્ડમાં વાયએમસીસી તથા પેરામાઉન્ટ નામની ટીમ વચ્ચે રમાઈ રહી હતી ત્યારે બની હતી. બન્ને અમ્પાયર સફેદ ડ્રેસમાં સજ્જ હતા અને હજારો મધમાખીનું ટોળું લગભગ 10 મિનિટ સુધી તેમની આસપાસ રહ્યું હતું જેમાં અમ્પાયર ગુપ્તાને લગભગ 50 ડંખ લાગ્યા હતા. મધમાખી થી બચવા ખેલાડીઓ અને અમ્પાયર મેદાન પર સૂઈ ગયા હતા, પણ તેમણે આક્રમણ ચાલુ રાખ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *