ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન માટે રણશિંગુ ફૂંકાઈ ગયું છે. IPL 2025 ની પહેલી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (છઈઇ) વચ્ચે રમાશે. આ સિઝનમાં, મુંબઈ ઈન્ડિયન્સ ટીમ 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે પોતાની પહેલી મેચ રમશે. હાર્દિક પંડ્યા આ મેચમાં રમશે નહીં. કારણ કે તેની પર એક આઇપીએલ મેચનો પ્રતિબંધ છે.આ જ કારણ છે કે તે ન તો મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન રહેશે અને ન તો ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ રહેશે.
હાર્દિક પંડ્યા IPL 2024 માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હતો. આ સમયગાળા દરમિયાન, ટીમને ધીમા ઓવર રેટ માટે ત્રણ વખત દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે કોઈ કેપ્ટન પહેલી વાર આવું કરે છે ત્યારે તેને 12 લાખ રૂૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. બીજી વખત દંડ બમણો કરવામાં આવે છે. જો આવું ત્રીજી વખત થાય છે, તો એક મેચનો પ્રતિબંધ લાદવામાં આવે છે. IPL 2024 માં, ઋષભ પંત પર પણ ધીમા ઓવર રેટને કારણે એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
હાર્દિક પંડ્યા પર એક મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, તે 23 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે રમી શકશે નહીં. તેમની ગેરહાજરીમાં, સૂર્યકુમાર યાદવ ટીમનું નેતૃત્વ કરી શકે છે. જોકે, ખઈં એ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી. હાર્દિકની જગ્યાએ રોબિન મિંજને પ્લેઇંગ ઇલેવનમાં તક મળી શકે છે.