અમદાવાદના રસ્તા પર ગર્લફ્રેન્ડ સાથે હાર્દિક પંડયાનું લોંગ ડ્રાઈવ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી પાંચ મેચની T20 સિરીઝની અંતિમ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રનથી પરાજય આપી સિરીઝ 3-1થી જીતી લીધી હતી. મેચ…

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે રમાયેલી પાંચ મેચની T20 સિરીઝની અંતિમ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રનથી પરાજય આપી સિરીઝ 3-1થી જીતી લીધી હતી. મેચ બાદ ભારતીય ટીમ જ્યારે અમદાવાદની ITC નર્મદા હોટેલ પર પરત ફરી, ત્યારે જીતની ખુશીમાં ખાસ ઉજવણી યોજાઈ હતી. હોટેલના શેફ દ્વારા ટીમ માટે ખાસ તૈયાર કરેલી કેક કાપીને તમામ ખેલાડીઓએ વિજયની ઉજવણી કરી. આ સેલિબ્રેશનમાં BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુકલા પણ હાજર રહ્યા હતા.

આ સમગ્ર મેચ દરમિયાન ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ખાસ ચર્ચામાં રહ્યા હતા. મેચ પૂરી થયા બાદ હાર્દિક પોતાની ગર્લફ્રેન્ડ સાથે રાત્રે અમદાવાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે પોતે કાર ચલાવતા જોવા મળે છે. મેચ દરમિયાન એક ઘટના પણ સૌનું ધ્યાન ખેંચી ગઈ હતી. હાર્દિકે મારેલા એક સિક્સરનો બોલ કેમેરા ઓપરેટરને વાગ્યો હતો. ઇનિંગ્સ પૂર્ણ થયા બાદ હાર્દિક સ્વયં કેમેરા ઓપરેટર પાસે પહોંચ્યો, તેની તબિયત વિશે પૂછપરછ કરી અને વ્યક્તિગત રીતે માફી માગી. હાર્દિકના આ માનવીય વર્તનને ક્રિકેટ ચાહકો તરફથી ભરપૂર પ્રશંસા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *