કામ લઇને આવો ત્યારે દલાલ સાથે રાખતા નહીં: અમૃતિયા

મોરબી જિલ્લામાં મુખ્યમંત્રીની હાજરીમાં 800 કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમ યોજવાની જાહેરાત ગુજરાત રાજ્યના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને આજે કાર્યકર્તા અભિનંદન…

મોરબી જિલ્લામાં મુખ્યમંત્રીની હાજરીમાં 800 કરોડના ખાતમુહૂર્ત-લોકાર્પણ કાર્યક્રમ યોજવાની જાહેરાત

ગુજરાત રાજ્યના મંત્રી અને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને આજે કાર્યકર્તા અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને ત્યારે કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ન ભૂતો ન ભવિષ્ય કહી શકાય તેવો કાર્યક્રમ આગામી સમયમાં મુખ્યમંત્રીની હાજરીમાં થવા જઈ રહ્યો છે અને તેમાં લગભગ 800 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમહુર્ત થવા જઈ રહ્યા છે.

જોકે, તેઓની મુંબઈ ખાતે હાલમાં કેન્સરની સારવાર ચાલી રહી હોય આગામી બે મહિના સુધી તેઓ કાર્યકર્તાઓને મળી શકશે નહીં પરંતુ એક પણ કાર્યકર્તાનું કામ ન અટકે તે માટે મોરબી અને ગાંધીનગર ખાતે તેઓની ઓફિસે વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

અંતમા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ ભાજપના કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું હતું કે મોરબી માળિયા વિસ્તારમાં હોનારત, ભૂકંપ કે પછી કોઈપણ આફત જ્યારે પણ આવી પડી છે ત્યારે હું હર હંમેશ લોકોની પડખે ઉભો રહ્યો છું લોકોનો પ્રેમ મને હર હંમેશ મળતો રહ્યો છે. જેથી લોકોની સુખ સુવિધામાં વધારો થાય તેના માટે નર્મદાની કેનાલો ચાલુ રહે, સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા, રોડ રસ્તા વિગેરે અનેક કામો છેલ્લા વર્ષોમાં કરવામાં આવ્યા છે અને વર્ષ 2027ની ચૂંટણી આવે ત્યારે પહેલા ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના રોડ રસ્તા થઈ જાય અને સીમ વિસ્તારના રોડ રસ્તા પણ કરવામાં આવે તેવા લક્ષ્ય સાથે તે હાલમાં કામ કરી રહ્યા છે જોકે તેમણે જણાવ્યું હતું કે મોરબીમાં કમલમ ભવનનું ઉદઘાટન કરવા માટે અમિત શાહ આવવાના હતા જો કે, કાંતિભાઇ બિમાર હોવાથી તેમને જાણ હતી જેથી નવનિયુક્ત પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માને કહ્યું હતું કે કાંતિભાઈ સાથે વાત કરી લેજો. ત્યારે કાર્યકર્તાઓ ઉપરના આત્મ વિશ્વાસના કારણે કાંતિભાઇએ પ્રદેશના પ્રમુખને કહી દીધું હતું કે “હું બીમાર છું મારો કાર્યકર્તા બીમાર નથી. વધુમા તેમણે જણાવ્યું હતું કે નજીકના દિવસોમાં મોરબી જીલ્લામાં મુખ્યમંત્રીની હાજરીમાં લોકાર્પણ ખાતમહુર્તના કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે અને લગભગ 800 કરોડથી વધુના વિકાસકામોના ખાતમહુર્ત અને લોકાર્પણ કરવામાં આવે તેવું આયોજન થઈ રહ્યું છે.

આટલું જ નહીં પરંતુ તેમણે ત્યાં સુધી કહ્યું હતું કે બીમારીના કારણે લગભગ બે મહિના જેટલા સમય સુધી કાર્યકર્તાઓને મળી શકશે નહીં પરંતુ એક પણ કાર્યકર્તાનું કામ ન અટકે તેવી વ્યવસ્થા મારી મોરબી અને ગાંધીનગર ખાતેની ઓફિસેથી કરવામાં આવશે અને ખાસ કાર્યકર્તાઓને કહ્યું હતું કે કોઈ પણ કામ લઈને આવો ત્યારે તમે સીધા આવો વચ્ચે કોઈ દલાલને રાખવા નહીં. અત્રે ઉલ્લેખીએ છે કે કાંતિભાઈ અમૃતિયાને અન્નનળીમાં માઇનોર કેન્સર છે જેની સારવાર હાલમાં ચાલી રહી છે અને બે ડોઝ લેવાઈ ગયા છે અને બે ડોઝ બાદ ઓપરેશન થશે

અહીં એક જ દાદો… હનુમાન દાદા, બીજો કોઇ નહીં ચાલે !
મોરબીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયાએ નબળી કામગીરી કરતા કોન્ટ્રાક્ટરો અને વિસ્તારમાં દાદાગીરી કરતા અસામાજિક તત્વોને જાહેરમાં કડક ચેતવણી આપી છે. મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, જનતાના કામમાં કોઈ પણ પ્રકારની ગુણવત્તા સાથે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.મંત્રી કાંતિલાલ અમૃતિયાએ રોડ રસ્તાના કામોમાં થતી ભ્રષ્ટાચારી અને નબળી કામગીરી સામે લાલ આંખ કરી જણાવ્યું કે, હળવદના બે અને વાંકાનેરના બે કામો નબળા હોવાનું ધ્યાને આવ્યું છે. આ કામોનું રિપેરિંગ કરાવ્યા બાદ જવાબદાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. મોરબીમાં કાયદો અને વ્યવસ્થા અંગે વાત કરતા મંત્રીએ ભારે આક્રમક અંદાજમાં કહ્યું કે, “મોરબીમાં ગુંડાગીરી નહીં ચલાવી લેવાય. અહિયાં એક જ દાદો છે – હનુમાન દાદા, બીજું કોઈ નહીં.” તેમણે વધુમાં ઉમેર્યું કે, જો કોઈ દાદાગીરી કરશે તો તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, તેમના ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવશે અને જરૂૂર પડશે તો ફરી પાસા કરીને જેલભેગા કરાશે. મોરબી જેલની ક્ષમતા પહેલા 180 ની હતી, જે હવે વધારીને 320 કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *