જળમંત્રીએ કરેલી જાહેરાતનું સૂરસૂરિયું કાલે અડધું રાજકોટ તરસ્યું રહેશે : કોંગ્રેસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સપ્તાહ મા એકાદ વાર આડકતરો પાણી કાપ કોઈને કોઈ બહાને લાદવામાં આવી રહ્યો છે. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રી…

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સપ્તાહ મા એકાદ વાર આડકતરો પાણી કાપ કોઈને કોઈ બહાને લાદવામાં આવી રહ્યો છે. તાજેતરમાં રાજ્યના મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રી ની પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકા ને જરૂૂરિયાત મુજબનું પાણી રાજ્ય સરકાર આપતી રહેશે.

પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના ઇજનેરોની અણ આવડતને પગલે ભર ઉનાળે પ્રી મોનસુન કામગીરીના ઓઠા તળે આવતીકાલે શહેરના પાંચ વોર્ડમાં અડધા વિસ્તારોમાં એકાદ લાખ લોકોને પાણી માટે વલખા મારવા પડશે. વેસ્ટ ઝોન હસ્તકના મવડી (પુનિતનગર) પમ્પિંગ સ્ટેશન ના 176 વિસ્તારોમાં જ્યારે પાણી કાપ રહેશે ત્યારે અગાઉ શાસકો દ્વારા જાહેરાત કરાઈ હતી કે કોઈપણ ઝોનમાં જ્યારે પાણીની ઘટ રહેશે તો એક્સપ્રેસ ફીડર લાઇનથી જે તે ઝોન માં પાણીની ઘટ પૂરી કરાશે. અને પાણીકાપ લાદવામાં આવશે નહીં પરંતુ તેમ છતાં શહેરના પાંચ વોર્ડમાં પાણી કાપ આવતીકાલે હોવાનું જાણવા મળેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના શાસકો દ્વારા ચૂંટણી પહેલા તેમના વચનમાં અડધી કલાક રાજકોટની જનતાને પાણી પુરા ફોર્સથી આપવાનું વચન આપવામાં આવ્યું હતું. હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અડધી કલાક પાણી મળવું જોઈએ અગાઉ મીટર આધારિત પુરા શહેરમાં 24 કલાક પાણી વિતરણ કરવા બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ બે પાંચ વોર્ડને બાદ કરતા આ 24 કલાક પાણી વિતરણની યોજનાનું બાળમરણ થયું છે.

નર્મદાના નામે રાજકીય રોટલા શેકનારા શાસકો પુરા ફોર્સ થી 20 મિનિટ સ્વચ્છ પાણી આપવામાં નપાણીયા સાબિત થયા છે. અને પાણી વેરો જે રેસીડેન્સ મિલકતમાં અગાઉ ₹840 હતો તે ₹1500 કરાયા અને કોમર્શિયલ મિલકત માં પાણી વેરામાં પણ ડબલ વધારો કરવામાં આવ્યો હતો. અને મોંઘુ દાટ બનતું પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે પડી છે. વખતોવખત લાઈન લોસ ને કારણે ભાદર ની લાઈન નર્મદાની લાઇન કે રાજકોટ મહાનગરપાલિકાની પાઇપલાઇનનો દ્વારા પાણીનો બેફામ વેડફાટ થાય છે જે તંત્રના રેકોર્ડ પર પણ મૌજુદ છે. અમારે વધુ એક વખત માંગ છે કે રાજકોટ શહેરમાં પુરા ફોર્સ થી શાસકોના વચન મુજબ અડધી કલાક પાણી વિતરણ કરવામાં આવે. આજે પણ શહેરના છેવાડા ના વિસ્તારોમાં જ્યાં પાણી ની પાઈપ લાઈન નથી ત્યાં ટેન્કર દ્વારા પાણી વિતરણ થાય છે તો આવા વિસ્તારોનો સર્વે કરાવી લોકો ને તાત્કાલિક પાણી લાઈન દ્વારા મળે તેવો પ્રબંધ કરવા અમારી માંગ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *