અખાતી સંકટથી ઉડ્ડયનો મોંઘા થયા ઈન્ડિગોએ ફટકાર્યો ફ્યુઅલ સરચાર્જ

ઈંધણના ભાવમાં 85 ટકાથી અધિક વધારો હજુ હવાઈ પ્રવાસને વધુ ‘ઉંચે’ લઈ જશે અમેરિકા ઈરાનના યુદ્ધ વચ્ચે ક્રુડ ઓઈલ સપ્લાય ચેઈન ખોરંભાઈ છે. ત્યારે વિશ્વમાં…

ઈંધણના ભાવમાં 85 ટકાથી અધિક વધારો હજુ હવાઈ પ્રવાસને વધુ ‘ઉંચે’ લઈ જશે

અમેરિકા ઈરાનના યુદ્ધ વચ્ચે ક્રુડ ઓઈલ સપ્લાય ચેઈન ખોરંભાઈ છે. ત્યારે વિશ્વમાં જેટ ફયુઅલના ભાવોમાં પણ વધારો થયો છે. જેના પગલે ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ તમામ ટિકિટોના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. ઇન્ડિગોએ ફ્લાઇટ ટિકિટના ભાવમાં રૂૂપિયા 425 થી રૂૂપિયા 2,300 સુધીનો વધારો કર્યો છે. જે મુસાફરો પાસેથી ઇંધણ સરચાર્જ તરીકે વસૂલવામાં આવશે. ઇન્ડિગોએ માહિતી આપી હતી કે ફ્લાઇટ ટિકિટના નવા ભાવ 14 માર્ચ, 2026 થી અમલમાં આવશે. ઇન્ડિગોએ જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે ઇંધણના ભાવમાં થયેલા નોંધપાત્ર વધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. જેટ ફ્યુઅલ મોનિટર અનુસાર, આ ક્ષેત્રમાં ઇંધણના ભાવમાં 85 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે.

“જ્યારે ઇંધણના ભાવમાં આ મોટા વધારાનો સંપૂર્ણ પ્રભાવ ઘટાડવા માટે ભાડામાં ફેરફાર જરૂૂરી છે. ઇન્ડિગોએ ગ્રાહકો પરના બોજને ધ્યાનમાં રાખીને ફ્યુઅલ ચાર્જ ના રૂૂપમાં પ્રમાણમાં ઓછો વધારો લાગુ કર્યો છે. 14 માર્ચ 2026 ના રોજથી ઇન્ડિગો ફ્લાઇટ્સ માટે તમામ નવી બુકિંગ પર ભાડાની સાથે ઇંધણ ચાર્જ વસૂલવામાં આવશે.
ઈન્ડિગોએ ભારતમાં ચાલતી બધી સ્થાનિક ફ્લાઇટ્સ માટે રૂૂપિયા 425 નો વધારાનો ઇંધણ ચાર્જ નક્કી કર્યો છે.
ભારતીય ઉપખંડના દેશો, જેમ કે બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, શ્રીલંકા અને માલદીવ્સ માટે પણ રૂૂપિયા 425 નો ઇંધણ ચાર્જ વસૂલવામાં આવશે. ઈન્ડિગોએ મધ્ય પૂર્વની ફ્લાઇટ્સ માટે રૂૂપિયા 900; દક્ષિણપૂર્વ એશિયા અને ચીનની ફ્લાઇટ્સ માટે રૂૂપિયા 1,800, આફ્રિકન અને પશ્ચિમ એશિયાઈ દેશોની ફ્લાઇટ્સ માટે રૂૂપિયા 1,800 અને યુરોપિયન દેશોની ફ્લાઇટ્સ માટે રૂૂપિયા 2,300 ઇંધણ ચાર્જ નક્કી કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *