લોધેશ્ર્વર સોસાયટીમાં ઝઘડો કરી પાડોશીએ યુવાનને માર માર્યો

રાજકોટની લોધેશ્વર સોસાયટીમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂૂપ ધારણ કર્યું છે. સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ધનસિંહભાઈ જરીયા (ઉં.વ. 26) નામનો યુવાન જ્યારે પોતાના ઘરે હતો, ત્યારે મેરીયા…

રાજકોટની લોધેશ્વર સોસાયટીમાં સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂૂપ ધારણ કર્યું છે. સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ ધનસિંહભાઈ જરીયા (ઉં.વ. 26) નામનો યુવાન જ્યારે પોતાના ઘરે હતો, ત્યારે મેરીયા નામના શખ્સે કોઈ અગમ્ય કારણોસર તેની સાથે ઝઘડો શરૂૂ કર્યો હતો.વિવાદ વકરતા ઉશ્કેરાયેલા હુમલાખોર મેરીયાએ શૈલેષભાઈ પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરે યુવાનના પેટના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો.

જેના કારણે તે લોહીલુહાણ થઈ ગયો હતો.ગંભીર રીતે ઘવાયેલા શૈલેષભાઈને તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઈજાગ્રસ્ત યુવાન કારખાનામાં મજૂરી કામ કરીને પરિવારને મદદરૂૂપ થાય છે.તે બે ભાઈ અને એક બહેનમાં સૌથી મોટો અને અપરિણીત છે.ઘટનાની જાણ થતા જ માલવીયા નગર પોલીસે હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તનું નિવેદન લેવાની તજવીજ હાથ ધરી છે. હુમલાખોર મેરીયાએ કયા કારણોસર આ હુમલો કર્યો તે દિશામાં પોલીસે શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *