ગુજરાતના સૌથી મોટા સહકારી સંસ્થા કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશને અમૂલ બ્રાન્ડ હેઠળ કોલકતામાં રૂા.600 કરોડના ખર્ચે વિશ્ર્વના સૌથી માતેટો દહીંનો પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે.
GCMMF, જે પઅમૂલથ બ્રાન્ડ હેઠળ ડેરી ઉત્પાદનોનું વેચાણ કરે છે, કોલકાતા, પશ્ચિમ બંગાળમાં એક સંકલિત પ્લાન્ટ સ્થાપવા માટે રૂૂ. 600 કરોડનું રોકાણ કરશે, જે વિશ્વની સૌથી મોટી દહીં ઉત્પાદન કરતી સુવિધા હશે એમ તેના ખઉ જયેન મહેતાએ જણાવ્યું હતું.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) ગુરુવારે પૂર્ણ થયેલી બે દિવસીય બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (ઇૠઇજ) દરમિયાન આ રોકાણ કરવા માટે જાહેરાત કરી હતી. મહેતાએ જણાવ્યું હતું કે, અમે કોલકાતા, પશ્ચિમ બંગાળમાં એક સંકલિત ડેરી પ્લાન્ટ સ્થાપીશું. નવી સુવિધામાં વિશ્વનો સૌથી મોટો દહીં ઉત્પાદન પ્લાન્ટ હશે જેની ક્ષમતા દરરોજ 10 લાખ કિલોગ્રામ હશે. તેમણે કહ્યું કે આ ડેરી પ્લાન્ટમાં કુલ 600 કરોડ રૂૂપિયાનું રોકાણ થશે. કુલ દૂધ પ્રોસેસિંગ ક્ષમતા પ્રતિ દિવસ 15 લાખ લિટર હશે. મહેતાએ કહ્યું કે કોલકાતા અને તેની આસપાસના વિસ્તારોમાં દહીંની ભારે માંગ છે.
GCMMFએ વિશ્વની સૌથી મોટી ખેડૂત માલિકીની સહકારીડેરી છે, જેમાં ગુજરાતના 18,600 ગામડાઓમાં 36 લાખ ખેડૂતો છે અને તેના 18 સભ્ય યુનિયનો દરરોજ 300 લાખ લિટર દૂધ ખરીદે છે.ઇન્ટરનેશનલ ફાર્મ કમ્પેરિઝન નેટવર્ક (IFCN) મુજબ, તે દૂધની પ્રક્રિયાના સંદર્ભમાં વિશ્વની ટોચની 20 ડેરી કંપનીઓમાં 8મું સ્થાન ધરાવે છે.અમૂલડેરી ઉપર ગુજરાતમાં ભાજપ સરકારનું સંપૂર્ણ પ્રભુત્વ છે અને પશ્ર્ચિમ બંગાળમાં ભાજપના કટ્ટર વિરોધી મમતા બેનર્જીની સરકાર છે. આમ છતા અમૂલ દ્વારા પશ્ર્ચિમ બંગાળમાં આટલા મોટા રોકાણની જાહેરાતથી આશ્ર્ચર્ય ફેલાયું છે.