રાજસ્થાન, મુંબઇ, હૈદરાબાદ, ચેન્નાઇને ઝટકો
IPL 2025ની 23મી મેચમાં ગુજરાત ટાઈટન્સે શાનદાર પ્રદર્શન કર્યું અને રાજસ્થાન રોયલ્સને 58 રનથી હરાવી દીધુ. આ જીત સાથે ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે, જ્યારે રાજસ્થાન સાતમા સ્થાન પર સરકી ગયું છે. બીજી તરફ બીજા નંબર પર દિલ્હી કેપિટલ્સ છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ હાલમાં ત્રીજા સ્થાન પર છે. પંજાબ કિંગ્સ ચોથા સ્થાન પર છે. આ ઉપરાંત લખનઉ પાંચમા સ્થાન પર છે. ગુજરાતની જીતથી હવે બીજી ટીમોમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને KKR જે હાલમાં છઠ્ઠા સ્થાન પર છે. આ ઉપરાંત રાજસ્થાનને મોટો ઝટકો લાગ્યો છે. રાજસ્થાન 4 પોઈન્ટ સાથે સાતમા સ્થાન પર પહોંચી ગયું છે. જ્યારે મુંબઈ આઠમા સ્થાને, ચેન્નઈ નવમા અને હૈદરાબાદ દસમા સ્થાન પર છે. આવી સ્થિતિમાં આ ટીમોએ હવે પોતાની આગામી મેચોમાં સતત સારું પ્રદર્શન કરવું પડશે.
———–