ભણતર-ગણતર અને સમજણ સાથે સ્કિલ ડેવલોપમેન્ટનું મિશ્રણ, નવી પેઢી માટે કાંઇ નો ઘટે
સંસ્કારો સાથે આધુનિક શિક્ષણ આપી ભવિષ્યના જવાબદાર લીડર-એન્જિનિયર-ડોકટર્સ અને IAS-IPS તૈયાર કરવાની શૈક્ષણિક સંસ્થાની પહેલ
આ સ્કૂલ અંગે વધુ માહિતી મેળવવા 78746 61113 પર સંપર્ક કરવા ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સ, 10 શિવધારા રેસીડેન્સી, 50 ફૂટ રોડ, કુવાડવા રોડ, રાજકોટ પર મુલાકાત કરી શકો છો.
દરેક વાલીઓનું સ્વપ્નું હોય છે કે, પોતાના સંતાનોને ભણતર સાથે ગણતર પણ મળે, પરંતુ શિક્ષણનું વ્યાપારી કારણ થતા આધુનીક અને વિશાળ શાળાઓમાં પણ બાળકોને જ્ઞાન અને સંસ્કાર સાથે શિક્ષણ આપવાની પ્રથા લગભગ વિસરાઇ ગઇ છે. આમ છતા અમુક શિક્ષણોવિદો અફાટ રણમાં મીઠી વિરડીની માફક બાળકોનો પાયાથી જ સર્વાગી વિકાસ થાય તેવા પ્રાયસો કરી રહ્યા છે. અને તેના સારા પરિણામો પણ મળવા લાગ્યા છે.મોબાઇલ અને ઇન્ટરનેટના યુગમાં વિસરાઇ ગયેલી પરંપરાગત શિક્ષણ વ્યવસ્થા સાથે આધુનિક યુગમાં સમાજ-દેશને કંઇક આપી શકે તેવા વિદ્યાર્થીઓ આપવાની નેમ સાથે હજુ પણ શિક્ષણક્ષેત્રમાં કામ થઇ રહ્યું છે.
આવી જ એક શૈક્ષણિક સંસ્થા ગુજરાત સ્કૂલ ઓફ એક્સિલેન્સ રાજકોટમાં મોજની થિયેરી ઉપર બાળકોને મોજમાં રાખી બાળકોને અલગ જ પ્રકારનું શિક્ષણ આપી રહી છે.
ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલેન્સના સંચાલક ડોે.મેહુલ રૂપાણીના આમંત્રણને માન આપી ‘ગુજરાત મિરર’ના તંત્રી સંજય પટેલે આ શિક્ષણ સંસ્થાની મુલકાત લઇ ત્યાની શિક્ષણ વ્યવસ્થા અંગે તલસ્પર્શી માહિતી મેળવી હતી અને શિક્ષણ પદ્ધતીનું બારીકાઇથી નિરિક્ષણ કર્યુ હતુ.
આ મુલાકાત એક સુખદ અને શિક્ષણ વ્યવસ્થાના એક આશાસ્પદ ભવિષ્યનો અનુભવ કરાવનારી બની રહી. માત્ર પરિક્ષાઓ પાસ કરવા માટે અપાતા શિક્ષણના બદલે ગુજરાત સ્કૂલ ઓફ એક્સિલન્સે એક અલગ જ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા ઉભી કરી છે. જે જાણી-જોઇને આશ્ર્ચર્ય પણ થયું
.
હાલના સ્પર્ધાત્મક શિક્ષણ વ્યવસ્થામાં કયાંકને કર્યાક બાળકો ગુંગળાઇ રહ્યા છે. આ બાબત વાલીઓથી માંડી શૈક્ષિણક સંસ્થાઓના સંચાલોક અને સતામાં બેઠેલા લોકો પણ સારી રીતે જાણે છે.
પરંતુ વ્યવસ્થા સુધારવાની પહેલ કોઇ કરતુ નથી ત્યારે ગુજરાત સ્કૂલ ઓફ સાયન્સે શરૂ કરેલા અભિનવ પ્રયોગથી ‘ગુજરાત મિરર’ના તંત્રી ખુબ પ્રભાવિત થયા હતા અને દરેશ શૈક્ષિણક સંસ્થાઓએ આવી શિક્ષણ વ્યવસ્થા માટે ગંભીર પ્રયાસો કરવા જોઇએ તેવી અપીલ કરી હતી.
ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સમાં બાળકો સામાજિક-સાંસ્કૃતિક અને આઘ્યાત્મિક જ્ઞાન આપવાથી માંડી અત્યારના સ્પર્ધાત્મક યુગમાં મનોબળ ટકાવી રાખવા સાથે આધુનિક શિક્ષણ પદ્ધતિના ઉંચા ‘ગોલ’ રાખવાની એક અલગ જ શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સાથોસાથ બાળકોમાં આઘ્યાત્મિક, શારીરિક અને માનસિક વિકાસની પણ ચિવટપૂર્વક કાળજી લેવાની એક આખી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તેમાં ભાર વગરના ભણતર માટે બેગલેશ, ઉપરાંત 32 ગુણ, 64 કળા અને 16 સંસ્કારોનું સિંચન કરવાની પદ્ધતી અનોખી અને આવકારદાયક જણાઇ રહી છે.
કુટુંબ ભવનાથી કઈ રીતે કામ કરી શકાય, ભણતર-ગણતર અને સમજણ આ ફિલોસોફીથી ભણતરમાં એક્સીલન્સી કઈ રીતે મેળવી શકાય તેની જાત માહિતી મેળવવા ગુજરાત મિરરના તંત્રી સંજયભાઈ પટેલ રૂબરૂ મુલાકાતે ગયા હતાં.
સંજયભાઈ પટેલની મુલાકાત દરમિયાન તેઓએ સ્કૂલની કામગીરી નિહાળી હતી. તેમજ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમનો પ્રતિભાવ પણ મેળવ્યો હતો.
રાજકોટ શહેરના પૂર્વમાં આવેલ ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સ સિસ્ટમ ભારતની પ્રથમ કોન્સેપ્ટ સ્કૂલ છે. જે બાળકોના 32 ગુણ, 64 કળા અને 16 સંસ્કાર પર કાર્ય કરે છે.
ગુજરાતની એકમાત્ર સ્કૂલ જ્યાં ખરા અર્થમાં ભાર વગરનું ભણતર આપવામાં આવે છે. એક એવી સ્કૂલ જ્યાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને સ્કીલસમાં પણ પ્રારંગત બનાવવામાં આવે છે.
ગુજરાત સકૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત વિદ્યાર્થીઓને એક વિશિષ્ઠ મેથોડોલોજીથી શિક્ષણ પીરસવા આવે છે. જેથી બાળખોને શ્રેષ્ઠ શિક્ષકોનું માર્ગદર્શન મળી રહે અને વિદ્યાર્થી જીવનપર્યત શિક્ષણ યાદ રાખી શકે. આ જ મેથોડોલોજી અંતર્ગત જીવનના 32 ગુણ, 64 કળા અને 16 સંસ્કાર આવરી લેવામાં આવ્યા છે.
ગુજરાત સ્કુલ ઓફ એકસેલન્સ વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે સંસ્કારોનું પણ ઉત્તમ સિંચન થાય એ પ્રયત્ન કરતી રહે છે જે અંતર્ગત દરરોજ સવારે બધા જ વિદ્યાર્થીઓ સાથે મળી પ્રાર્થના કરે છે. એટલું જ નહી આજ કાલ ખુબ જ પ્રસિદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરના સારા મોટીવેશનલ વિડીયો વિદ્યાર્થીઓને બતાવી સોશિયલ મીડિયાનો સાચી દિશામાં ઉપયોગ શીખવવામાં આવે છે.
ઉપરાંત જે વિદ્યાર્થીનો જન્મ દિવસ હોય એ વિદ્યાર્થીના માતા પિતા પણ સાથે હાજર રહી વિદ્યાના દેવી શ્રી સરસ્વતી માતાના આશીર્વાદ લેવામાં આવે છે અને સંપૂર્ણ પ્રાર્થના સભાએ વિદ્યાર્થીને તથાસ્તુ શબ્દ પ્રયોગ કરી બાળકની ઈચ્છા માટે શુભઆશિષ આપે છે. જેથી બાળક જીવન માં આશીર્વાદનું મહત્ત્વ સમજી શકે. અહિયાં, સ્કુલ પરિસરમાં ચાલવું એ ફક્ત ચાલવું નથી અર્થાત અહિયાં રસ્તા પર ચાલ્યાનો અહેસાસ અને શિસ્ત જોવા મળે છે.
સ્કુલના દરેક ખૂણા માં ટ્રાફિક નિયમો માટેના અલગ અલગ ચિન્હો લગાવેલ છે જેથી બાળકમાં એક સારો નાગરિક બનવાની ભાવના પ્રગટ થાય.
આ સાથે-સાથે બાળકોને રમત ગમત ક્ષેત્રે આગળ વધારવા માટે સચોટ તાલીમ અને સુવિધાઓ આપવામાં આવે છે. 4 વિજ્ઞાનના પ્રયોગો માટે અલગ અલગ સુવિધાઓથી સજ્જ સાયન્સ લેબ, જે અંતર્ગત ધોરણ 6 થી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ માં આવતા બધા જ પ્રેક્ટીકલ શીખવવામાં આવે છે. સ્માર્ટ કોમ્પુટર લેબ તો ખરી જ. જેમાં વિદ્યાર્થીઓને બેઝીક કોમ્પ્યુટર અને અભ્યાક્રમની સાથે કોડીંગ પણ શીખવવામાં આવે છે. વિદ્યાર્થીઓને સંગીત, ડાન્સ, આર્ટ અને માર્શલ આર્ટ જેવી સ્કીલમાં પણ પારંગત બનાવવામાં આવે છે.
3 વિદેશી ભાષા અને ધોરણ 5થી યુપીએસસીની તૈયારી શરૂ કરાય છે
આ એક એવી શાળા છે જ્યાં વિદ્યાર્થીઓને 3 ફોરેન લેન્ગવેજ શીખવવામાં આવે છે. ફોરેન લેન્ગવેજ શીખીને વિદ્યાર્થીઓ ગ્લોબલ એક્સપોઝર માટે તૈયાર થાય છે. નાની ઉમરથી બાળકોમાં દેશની સર્વોચ્ચ સેવા એટલે કે સિવિલ સર્વિસમાં બાળકો જોડાઈ એ માટે ધોરણ 5 થી જ એ પ્રમાણેની વિદ્યાર્થીઓને તૈયારીઓ કરાવવામાં આવે છે. રાજકોટના બાળકો માટે નિ:શુલ્ક UPSCની તૈયારી કરાવવામાં આવે છે. જેમાં 6 વર્ષનો UPSCનો અભ્યાસક્રમ બનાવી એક્સપર્ટને બોલાવી UPSCની નિ:શુલ્ક તૈયારી કરાવવામાં આવે છે.
દરેક લેક્ચર પછી પાંચ મિનિટનો ‘મોજ બ્રેક’
આ એક એવી સ્કૂલ છે જ્યાં દરેક લેક્ચર પછી ‘મોજ બ્રેક’ નામના 5 બ્રેક આપવામાં આવે છે. જે બ્રેકમાં માત્ર વિદ્યાર્થીઓ મજા કરે અને નાસ્તો કરે એ જ નહીં પરંતુ અલગ અલગ વિષયોનું જ્ઞાન પણ મેળવે છે. આમ બાળકને એક વિષયથી બીજા વિષય તરફ જવા માટે ટ્રાન્ઝીશન સમય આપવામાં આવે છે. સાથે સાથે એક લેક્ચર પુરો થતાં જ બેલની બદલે એક મંત્ર દ્વારા લેક્ચર પુરો થયાની જાણ કરવામાં આવે છે. આમ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સત્રમાં દર મહિને નવો મંત્ર શીખવવા મળે છે.
રાજકોટના પ્રબુદ્ધ નાગરિકોના વિઝન નીચે આ સ્કૂલનું નિર્માણ થયું છે
ગુજરાત સ્કૂલ ઓફ એક્સેલન્સના માર્ગદર્શક અને મેન્ટર તરીકે નીતિનભાઈ ભારદ્વાજ અને ભુપતભાઈ બોદરની આગેવાનીમાં ટ્રસ્ટીઓ ડો. નેહલભાઈ શુકલ, ડો. મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી, સંજયભાઈ વાધર, નિયંતભાઈ ભારદ્વાજ અને અંશભાઈ ભારદ્વાજ સ્કૂલની વિચારધારાને લીડ કરી રહ્યા છે. આ સ્કૂલને એનઈપી મુજબ ક્ધસેપ્ટ સ્કૂલ તરીકે આકાર આપવામાં હર્ષદભાઈ પરમાર, આર.ડી. દિક્ષિત, દર્શિબેન વોરા, પ્રેક્ષા પરમાર, જ્યોતિ મકવાણા, મિત્તલ દોશી, ધારા મારૂ, પ્રીતિ ગુપ્તા, મનીષ રાજાણી, બીજલ રાણપરા, હર્ષદ પંડ્યા અને મયંગ ગરાચ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
રોજગારી આપનારા ઉદ્યોગકારો બનવા ટ્રેનિંગ
આજના સમયમાં યુવાઓને રોજગારીનો પ્રશ્ર્ન છે ત્યારે વિદ્યાર્થીઓને અલગ અલગ ઉદ્યોગોનું જ્ઞાન મળે એક સફળ ઉદ્યમીની લાક્ષણિકતાઓનો વિકાસ થાય એ માટે ‘ I’m Enterpreneu અંતર્ગત લેકચર આપવામાં આવે છે. વિદ્યાર્થીઓ જીવન દરેક કામો સારી રીતે શીખી શકે જેમકે રસોઇ બનાવતા, વસ્ત્રોને ઇસ્ત્રી કરતા, કપડા ઘડી કરતા, સાઇકલ રીપેરીંગ, ઇલેક્ટ્રિક વર્ક, પ્લમ્બિંગ વર્ક વગેરે આવુ ઘણું શીખવવામાં આવે છે. બાળકોમાં જવાબદારીનો ગુણ વિકસાવવા યુથ એસેમ્બલીની રચના કરવામાં આવી છે. જયા વિદ્યાર્થીઓને આપણા દેશમાં સંસદ કાર્ય કરે છે એ રીતે જ અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે.
