ગુજરાતમાં પોલીસ વિભાગનો ડ્રગ્સ સામે જંગ: બાતમી આપવા માટે ‘વોટ્સએપ’ નંબર જાહેર કર્યો

ગુજરાત પોલીસની ANTF ટીમે ડ્રગ્સ સંબંધી બાતમી આપવા માટે 99040 01908 નંબર જાહેર કર્યો છે. માહિતી આપનાર નાગરિકની ઓળખ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની પોલીસે…

ગુજરાત પોલીસની ANTF ટીમે ડ્રગ્સ સંબંધી બાતમી આપવા માટે 99040 01908 નંબર જાહેર કર્યો છે. માહિતી આપનાર નાગરિકની ઓળખ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવાની પોલીસે ખાતરી આપી છે. વોટ્સએપ દ્વારા મેસેજ, ફોટો કે લોકેશન મોકલી શકાશે, આ ઉપરાંત 1908 હેલ્પલાઈન નંબર પણ કાર્યરત રહેશે. નાયબ મુખ્યમંત્રી (ગૃહ) હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ’ડ્રગ્સ મુક્ત ગુજરાત’ માટે આ એક્શન પ્લાન અમલમાં મુકાયો છે. પોતાની આસપાસ થતી શંકાસ્પદ હિલચાલની જાણ કરી, યુવાધનને બચાવવા અને રાજ્યને નશામુક્ત બનાવવા લોકોએ આગળ આવવું પડશે.

ગુજરાતને ’ડ્રગ્સ મુક્ત’ બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી (ગૃહ) હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ, ગુજરાત પોલીસની ’એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ દ્વારા એક મહત્વપૂર્ણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. ડ્રગ્સના કાળા કારોબારને ડામવા માટે હવે સામાન્ય જનતાને પણ જોડવામાં આવી છે. પોલીસે ડ્રગ્સ સંબંધિત બાતમી આપવા માટે એક વિશેષ વોટસએપ નંબર જાહેર કર્યો છે.

હવે રાજ્યનો કોઈપણ જાગૃત નાગરિક પોતાની આસપાસ થતી ડ્રગ્સની હેરાફેરી, વેચાણ કે અન્ય કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ વિશે આ નંબર પર સીધો સંપર્ક કરી શકે છે. તમે વોટ્સએપ મેસેજ દ્વારા ફોટા કે લોકેશન પણ શેર કરી શકો છો. ઘણીવાર લોકો ડરના કારણે પોલીસને માહિતી આપતા અચકાય છે. પરંતુ ગુજરાત પોલીસે નાગરિકોને ખાતરી આપી છે કે, આ નંબર પર માહિતી આપનાર વ્યક્તિની ઓળખ અને વિગતો સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. તમારી એક નાનકડી બાતમી ગુજરાતના યુવાધનને બરબાદીના રસ્તે જતા અટકાવી શકે છે અને રાજ્યને નશામુક્ત બનાવવામાં મોટું યોગદાન આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *