લુણાવાડા મસ્જિદ ઉપરથી ઘોંઘાટિયા લાઉડ સ્પીકરો ઉતરાવતું તંત્ર, જાહેરનામા ભંગની કાર્યવાહી
ગુજરાતમા દરિયાકાંઠાના વિસ્તારોમા ગેરકાયદે બાંધકામો ઉપર સરકારે બુલડોઝરો ફેરવ્યા બાદ હવે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ઉંચા અવાજનુ પ્રદુષણ ફેલાવતા ધર્મસ્થળો પરના લાઉડ સ્પીકરો હટાવવાનુ શરૂ કરાયુ છે અને મહિસાગર જિલ્લાનાં લુણાવાડા ખાતે મસ્જીદ ઉપર ઉંચા અવાજે વાગતા લાઉડ સ્પીકર ઉતારી તંત્ર દ્વારા જાહેરનામા ભંગની કાર્યવાહી કરવામા આવી હતી.
નોઈસ પોલ્યુશન એક્ટ અને સુપ્રીમ કોર્ટની જોગવાઈઓ અનુસાર અમુક ડેસિબલથી વધારે ઊંચા અવાજથી વગાડતા સ્પીકરને ઉતારી લેવા સહિતની કાર્યવાહી ગુજરાતમાં શરૂૂ કરવામાં આવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
પર્યાવરણ સંરક્ષણ માટેની નોઇસ પોલ્યુશન એક્ટ અને સુપ્રીમ કોર્ટની જોગવાઇઓ અનુસાર અમુક ડેસિબલથી વધારે ઊંચા અવાજથી વાગતા લાઉડ સ્પીકરોને ઉતારી લેવા સહિતની કામગીરી મહિસાગર જિલ્લામાં કરવામાં આવી છે. માહિતી અનુસાર, મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે આવેલા મસ્જિદ મહેરુનિસ્સાની આસપાસની હોસ્પિટલ, શાળાઓ અને રહીશોની ફરિયાદ બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે અને જાહેરનામાનો ભંગ કરતી મસ્જિદ પર લાગેલા લાઉડ સ્પીકરોને ઉતારી લેવામાં આવ્યા છે.
આરોપ અનુસાર, જિલ્લાનાં લુણાવાડા ખાતે આવેલી મહેરુનિસ્સા મસ્જિદ પર 7 જેટલા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા હતા. જાહેરનામાનો ભંગ કરીને આ લાઉડ સ્પીકર નક્કી કરેલ અમુક ડેસિબલથી વધારે ઊંચા અવાજથી વાગતા હોવાની ફરિયાદ મળતા મસ્જિદ પરથી લાઉડ સ્પીકર ઉતારી લેવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.