દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પત્રકાર પરિષદ સંબોધતા કહ્યું કે રાજકોટના લોકો ભાજપથી ત્રસ્ટ થઈ ગયા છે અને આમ આદમી પાર્ટીને જ હવે વિકલ્પ તરીકે જુએ છે
રવિવારે સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા જઈ રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસના કોઈ મોટા સ્ટાર પ્રચારક ચૂંટણી પ્રચારમાં નજરે પડ્યા નથી ત્યારે આમ આદમી પાર્ટીના દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ગુજરાતના લોકો ભાજપના ગુલામ નથી તેવું પણ જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ મનીષ સિસોદિયા જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે.
સાથો સાથ તેઓએ એ વાતની પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ગુજરાત માટે આ ચૂંટણી ખૂબ જ મહત્વની છે અને મતદારો ક્યાં પક્ષને છૂટશે તે વાત નહીં પરંતુ એવું મન બનાવી બેઠેલા છે કે ગુજરાત ભાજપનું ગુલામ તો નથી. વધુમાં તેઓએ આશાવાદ વ્યક્ત કર્યો હતો કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી બહુમતીથી જીતશે અને જો કોઈ રાજ્યમાં ઉત્તમ વિપક્ષ હોય તો તે આમ આદમી પાર્ટી છે. તેઓ જણાવ્યું હતું કે પ્રચાર પ્રસાર દરમિયાન લોકો કહે છે કે હવે તેઓ ભાજપના તાનાશાહીથી કંટાળી ગયા છે અને ગુલામી વિરુદ્ધ આ વખતે મતદાન કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે હાલ ભાજપના રાજમાં મકાન બનાવવામાં પણ ભ્રષ્ટાચાર અને દરેક સ્તરે ક્યાંક ને ક્યાંક ક્ષતિઓ અને ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. શાળાઓ અંગે તેઓએ માહિતી આપતો જણાવ્યું હતું કે સરકારી શાળાની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.
તેઓએ પત્રકાર પરિષદમાં એ વાતની પણ સ્પષ્ટતા કરી હતી કે સરકારી શાળા ની સ્થિતિ સારી કરવા માટે જ્યારે આમ આદમી પાર્ટી એ અવાજ ઉઠાવ્યો હતો સરકારે થોડા બિલ્ડિગ સરખા કરી નાખ્યા અને તેનું સમારકામ પણ કરી દીધું પરંતુ ભાજપ પોતાના ત્રીસ વર્ષના કાર્યકાળમાં એ હિસાબ આપે કે તેઓએ કઈ સરકારી શાળાની કાયપલટ કરી છે અને ઉત્તમ શિક્ષણ પૂરું પાડ્યું છે. મનીષ સિસોદિયાએ જણાવ્યું કે ભાજપના એક પણ નેતાઓને સજા ફટકારવામાં નથી આવી . ભાજપના લોકો ખુલ્લે આમ મકાન કે દુકાન બનાવવા માટે પણ પૈસા લે છે તેઓ પણ આક્ષેપ કર્યો હતો.
