‘ગુજરાત ફર્સ્ટ’ની સ્ટુડિયો ઓન વ્હીલ્સ ‘ગુજરાત મિરર’ના આંગણે

લોકપ્રિય ન્યૂઝ ચેનલનો નવો અભિગમ, સામેથી લોકો પાસે જઈ પ્રશ્ર્નો અને વ્યથા સાંભળશે, હાલ રાજકોટ જિલ્લાના પ્રવાસે ચેનલ હેડ ડો.વિવેક ભટ્ટ સહિતની ટીમે ‘ગુજરાત મિરર’…

લોકપ્રિય ન્યૂઝ ચેનલનો નવો અભિગમ, સામેથી લોકો પાસે જઈ પ્રશ્ર્નો અને વ્યથા સાંભળશે, હાલ રાજકોટ જિલ્લાના પ્રવાસે

ચેનલ હેડ ડો.વિવેક ભટ્ટ સહિતની ટીમે ‘ગુજરાત મિરર’ કાર્યાલયની લીધેલી મુલાકાત, મીડિયા જગતના પરિવર્તન અંગે તંત્રી સંજય પટેલ સાથે ખુલ્લા મને ચર્ચા

ગુજરાતની અગ્રણી ન્યુઝ ચેનલ ‘ગુજરાત ફર્સ્ટ’ દ્વારા ગુજરાત ભ્રમણ માટે શરૂ કરાયેલ ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ની સમગ્ર ટીમ ચેનલ હેડ ડો.વિવેક ભટ્ટના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવી હતી અને ‘ગુજરાત મિરર’ના તંત્રી સંજય પટેલ પાસેથી એડિટિંગ, લે-આઉટથી માંડી પ્રિન્ટીંગ સુધીની તલસ્પર્શિ માહિતી મેળવી ‘ગુજરાત ફર્સ્ટ’ની ટીમ ભારે પ્રભાવિત થઈ હતી.

છેલ્લા બે દાયકાથી વિવિધતા સભર પત્રકારિત્વ સાથે, સંકળાયેલા ‘ગુજરાત ફર્સ્ટ’ ચેનલના હેડ ડો.વિવેક ભટ્ટે ‘ગુજરાત મિરર’ ના તંત્રી સંજય પટેલના મીડિયા ક્ષેત્રના ત્રણ દાયકાથી વધુ સમયના અનુભવ અંગે મોકળા મને ચર્ચા કરી હતી. સંજય પટેલે છેલ્લા 35 વર્ષમાં મીડિયા ઉપરાંત સામાજિક અને રાજકીય ક્ષેત્રે આવેલા પરિવર્તન અંગે પોતાના અનુભવોનો નીચોડ ડો.વિવેક ભટ્ટ સમક્ષ રજુ કર્યો હતો. આ ઉપરાંત પત્રકારિત્વક્ષેત્રમાં હાલના તેમજ ભાવિ પડકારો અંગે પણ લાંબી ચર્ચા કરી હતી, ત્યારબાદ ‘ગુજરાત ફર્સ્ટ’ની સમગ્ર ટીમે સાંજનુ ભોજન પણ ‘ગુજરાત મિરર’ પરિવાર સાથે લીધું હતું. વર્ષ 2022 થી શરૂ થયેલી ‘ગુજરાત ફર્સ્ટ’ ચેનલે પણ ટૂંકા સમયમાં કરેલી પ્રગતિ અને નવા શરૂ કરાયેલા યુનિક કોન્સેપ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સ અંગે ડો.વિવેક ભટ્ટે માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી લોકો પોતાના પ્રશ્ર્નો-વ્યથા રજુ કરવા ન્યુઝચેનલ સમક્ષ આવતા હતાં પરંતુ ‘ગુજરાત ફર્સ્ટ’ ચેનલે સામેથી લોકો પાસે જઈ તેના પ્રશ્ર્નો રજૂઆતો સાંભળવાનો નવો પ્રયોગ કર્યો છે અને સમગ્ર ગુજરાતનું ભ્રમણ શરૂ કર્યું છે. ડો.વિવેક ભટ્ટે જણાવ્યું હતું કે, આ પ્રવાસ દરમિયાન લોકોની રજૂઆતો સાંભળ્યા બાદ દરેક જિલ્લાના કલેકટર, ડી.ડી.ઓ., એસ.પી., સાંસદ, ધારાસભ્યો તેમજ પાલિકા-પંચાયતોના પ્રમુખોને મળી અમારી ટીમ તેમના સુધી જનતાનો અવાજ પહોંચાડવાનું કામ કરી રહી છે.
હાલ ‘ગુજરાત ફર્સ્ટ’ની ‘સ્ટુડિયો ઓન વ્હીલ્સ’ મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, ભાવનગર વિગેરે જિલ્લાઓમાં ફરીને હાલ રાજકોટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *