GIDCમાં થર્ડ પાર્ટી વેચાણ પર GST નહીં લાગે : સરકારની અપીલ રદ

  કોઈ ઔદ્યોગિક એકમ GIDC ના લીઝ પ્લોટ અન્ય પક્ષકાર (થર્ડ પાર્ટી) ને વેચે અથવા તેના હક તબદીલ કરે, તો તેના પર 18% GST નહીં…

 

કોઈ ઔદ્યોગિક એકમ GIDC ના લીઝ પ્લોટ અન્ય પક્ષકાર (થર્ડ પાર્ટી) ને વેચે અથવા તેના હક તબદીલ કરે, તો તેના પર 18% GST નહીં વસૂલવાના ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી અપીલોને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક આરદેની ખંડપીઠે ફગાવી કાઢી છે. આ સાથે જ આ મામલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને ખૂબ મોટો ઝાટકો પડ્યો છે. આ ચુકાદાથી એક તરફ GIDC માં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર સાતથી આઠ હજાર કરોડનો બોજો પડી શકે તેવી ચર્ચાઓ થઇ રહી છે.

કેન્દ્ર અને અન્યોની અપીલમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે નોંધ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 22-5-2026ના રોજ એક આદેશ કરીને આ વિવાદમાં થયેલી SLP અગાઉ જ ફગાવી દીધી છે. તેથી આ મામલે અન્ય સમાન પ્રકારની SLP ફગાવી દેવામાં આવી હોવાને ધ્યાનમાં રાખીને હાલની સ્પેશિયલ લીવ પિટિશનો (SLP) પણ રદબાતલ કરવામાં આવે છે. અને જો કોઈ અરજીઓ પેન્ડિંગ હોય તો તેનો પણ નિકાલ થયેલો જ ગણાશે.
આ રીતે ઉક્ત આદેશના પગલે કેન્દ્ર સરકારે ગુજરાત હાઇકોર્ટના વર્ષ 2025ના ચુકાદાને પડકારતી જે અપીલ દાખલ કરી હતી તેનો પણ નિકાલ થયો છે અને હાઇકોર્ટના ચુકાદાને એક રીતે બહાલી મળી છે.

ૠજઝ(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ)ના સંદર્ભમાં કેન્દ્ર અને રાજ્ય સરકારને મોટો ઝાટકો આપતા હાઇકોર્ટની ખંડપીઠે જાન્યુઆરી-2025માં સિમાચિહ્ન રૂૂપ ચુકાદો આપ્યો હતો. જેમાં ઠરાવવામાં આવ્યું હતું કે GIDC એ લીઝ પર આપેલા પ્લોટને જો કોઇ ઔદ્યોગિક એકમ થર્ડ પાર્ટીને વેચે અથવા તેના હક તબદીલ કરે તો તેના ઉપર સરકાર 18% GST(ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) વસૂલી શકે નહીં. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને અન્ય અરજદારોની રિટ પિટિશન હાઇકોર્ટના જસ્ટિસ ભાર્ગવ ડી. કારિયા અને જસ્ટિસ નિરલ આર. મહેતાની ખંડપીઠે સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખી હતી અને આ મામલે ઓથોરિટી દ્વારા જેમને પણ 18% GSTની વસૂલાત માટેની નોટિસ પાઠવવામાં આવી હતી, તે નોટિસોને પણ રદબાતલ કરી હતી.

આ મૂળ વિવાદ એવો છે કે GSTના કાયદાની જોગવાઇઓનો ઓથોરિટી દ્વારા ભંગ કરીને 18% ૠજઝની વસૂલાતની પ્રક્રિયાને પડકારતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરવામાં આવી હતી. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા હતા કે,તંત્ર દ્વારા રાજ્યમાં ઔદ્યોગિક એકમોને લીઝ પર પ્રોપર્ટી આપવામાં આવે છે. આ પ્રોપર્ટી કે પ્લોટ જે કિસ્સામાં 99 વર્ષની લોંગ ટર્મ લીઝ ઉપર આપવામાં આવી હોય તે એકમો જ્યારે થર્ડ પાર્ટીને એ પ્લોટ કે પ્રોપર્ટી વેચે અથવા તેના હક તબદીલ કરે ત્યારે GSTના કાયદા મુજબ એ એક રીતે સંપત્તિનું વેચાણ જ કહેવાય. તેથી તેના ઉપર 18% GST વસૂલી શકાય નહીં.

પરંતુ ઓથોરિટી દ્વારા રાજ્યભરની વિવિધ GIDC માં ઔદ્યોગિક એકમો દ્વારા જ્યારે પણ થર્ડ પાર્ટીને વેચાણ અંગેનું ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહાર કરવામાં આવે ત્યારે એના પર ઉપર 18% ૠજઝની ડિમાન્ડ કરવામાં આવતી હતી. તેથી ઓથોરિટીના નિર્ણયને હાઇકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો અને આ નિર્ણયને ગેરકાયદેસર, મનસ્વી અને ગેરવ્યાજબી જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. જે એકમોને 18% ૠજઝની ડિમાન્ડ અંગેની નોટિસો પાઠવવામાં આવી હતી એને રદ કરવાની દાદ પણ માગી હતી.

ચેમ્બરની લડતને સફળતા
ચેમ્બર (GCCI) અને અન્યોની આ રિટમાં હાઇકોર્ટની ખંડપીઠે લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરી હતી અને વર્ષ 2025માં ચુકાદો આપતાં ચેમ્બરની પિટિશનને સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખતાં ઠરાવ્યું હતું કે,GIDC દ્વારા લીઝ હોલ્ડ રાઇટ્સના ટ્રાન્સફર અને સેલ પર 18% ૠજઝની ડિમાન્ય અયોગ્ય છે. કેમ કે જ્યારે પણ GIDC જોડેથી લીઝ પર લીધેલી પ્રોપર્ટી કે પ્લોટ કોઇ ઔદ્યોગીક એકમ થર્ડ પાર્ટીને વેચે ત્યારે એ થર્ડ પાર્ટી મૂળ ઔદ્યોગિક એકમના બદલે GIDCનો લીઝ ધારક બની જાય છે. એ સંજોગોમાં લીઝ હોલ્ડ રાઇટ્સ હેઠળ પ્લોટ અથવા તો પ્રોપર્ટીના આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઉપર GST લગાવી શકાય નહીં. 99 વર્ષ માટે જમીનના લીઝના હક તબદીલ કરવા એ જમીનના વેચાણ સમાન જ હોવાથી તે CGST એક્ટની અનુસૂચિ-III હેઠળ આવે છે અને તેથી તેના પર GST લાગુ પડતો નથી. હાઇકોર્ટના આ ચુકાદા સામે કેન્દ્ર અને રાજ્ય દ્વારા સુપ્રીમમાં અપીલ કરવામાં આવી હતી પરંતુ હવે તે અપીલોનો નિકાલ કરતાં તેને રદ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *