વેરાવળ શહેરમાં સી જીએસટી વિભાગ દ્વારા સોની વેપારી ઓ સામે સર્ચ-ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ટેક્સ ચોરીની આશંકાએ શહેરના ત્રણેક જેટલી સોની પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. આ કાર્યવાહીથી વેપારી આલમમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સી જીએસટી વિભાગની ટીમે વહેલી સવારથી તપાસ શરૂૂ કરેલ તેમાં શહેરના ત્રણેક જેટલી જાણીતી પેઢીઓ પર પણ કાર્યવાહી ચાલી રહી છે. હિસાબી દસ્તાવેજો, બિલ-બુક સહિતની ચકાસણી આ સમગ્ર કાર્યવાહી સી જીએસટી જૂનાગઢ ડિવિઝન ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. સર્ચ દરમિયાન વેપારી પેઢીઓની હિસાબી દસ્તાવેજો, બિલ-બુક, કમ્પ્યુટર ડેટા અને જીએસટી સંબંધિત રેકોર્ડની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. વેરાવળના જવેલર્સ માર્કેટમાં હલચલ જોવા મળી છે. શહેરમાં આ દરોડાની જાણ થતાં જ જવેલર્સ માર્કેટમાં હલચલ જોવા મળી હતી. ઘણા વેપારીઓ પોતાના શોરૂૂમ બંધ કરી દીધા હતા, જેના કારણે બજાર વિસ્તારમાં અસામાન્ય શાંતિ છવાઈ ગઈ હતી. આ કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં પણ ભય અને ચિંતાનો માહોલ છે.
હાલમાં સી જીએસટી વિભાગ દ્વારા તપાસ ચાલુ છે અને કેટલાક કલાકો સુધી સર્ચ ઓપરેશન ચાલવાની શક્યતા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ કરચોરીનો આંક બહાર આવશે તે અંગે સ્પષ્ટતા થશે. સી જીએસટી વિભાગ તરફથી અધિકૃત રીતે હજુ સુધી કોઈ આંકડા કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસના અંતે વધુ વિગતો બહાર આવવાની અપેક્ષા છે.
