સુત્રાપાડાના ધામળેજ બંદરે જૂથ અથડામણ, પાંચ ઘવાયા

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર ખાતે બે જૂથો વચ્ચે સામસામે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. કોઈ અગમ્ય કારણોસર શરૂૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર…

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ બંદર ખાતે બે જૂથો વચ્ચે સામસામે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. કોઈ અગમ્ય કારણોસર શરૂૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂૂપ ધારણ કરતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આ અથડામણમાં 4 થી 5 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા બંદર વિસ્તારમાં અફરાતફરી અને ચકચાર મચી ગઈ છે.

સુત્રાપાડાના પી.આઈ. જે.કે. મોરીએ જણાવ્યું હતું કે, માછીમારોના બે જૂથ વચ્ચે 5 વર્ષ પહેલાં બનેલા હત્યાના બનાવનું મનદુ:ખ ચાલતું હતું, જેના કારણે આજે બંને જૂથો વચ્ચે અથડામણ થઈ છે. આ ઘટનામાં 5 લોકોને ઈજા પહોંચી છે. હાલ પોલીસે રાયોટિંગ (હુલ્લડ) સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

બંદર વિસ્તારમાં અચાનક થયેલી મારામારીમાં 4 થી 5 લોકો ઘાયલ થયા હતા. ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.

આ પૈકી 3 ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે વેરાવળની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 1 ઈજાગ્રસ્તની હાલત અત્યંત ગંભીર જણાતા તબીબોની સલાહ મુજબ તેને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે. અન્ય ઈજાગ્રસ્તોની સારવાર અંગેની વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.

બે જૂથો વચ્ચે અથડામણની જાણ થતા જ સુત્રાપાડા પોલીસનો કાફલો તાત્કાલિક ધામળેજ બંદર ખાતે પહોંચી ગયો હતો. પોલીસે સમયસર પહોંચીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને વધુ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. હાલ પોલીસ દ્વારા વિવાદનું મૂળ કારણ અને અથડામણમાં સામેલ શખ્સોની ઓળખ મેળવવા સહિતની દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.

 

ઇજાગ્રસ્તોના નામ
* હસનભાઇ ઇસ્માઇલ ભેસલીયા
* આબીદ ઇસ્માઇલ ભેસલીયા
* સીદી હુસેન ભેસલીયા
* સબિર જુસબ ધોકી
* અક્રમ સબિર ધોકી
* સકીના સબિત ધોકી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *