દિવાળી પહેલા સીંગતેલનો ડબ્બો 3000ને પાર

દિવાળી આવવા જાય છે ત્યારે રસોડાના બજેટ પર ફટકો પડ્યો છે. સીંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 3,000 રૂૂપિયાની સપાટી વટાવી ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં…

દિવાળી આવવા જાય છે ત્યારે રસોડાના બજેટ પર ફટકો પડ્યો છે. સીંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 3,000 રૂૂપિયાની સપાટી વટાવી ગયો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ ડબ્બામાં 100 રૂૂપિયા સુધીનો વધારો થયો છે.

રાજકોટના બજારમાં સીંગતેલના 15 કિલોના ડબ્બાનો ભાવ હાલ 3,000થી 3,080 રૂૂપિયા વચ્ચે છે. કેટલાક સ્થળે 3,030 રૂૂપિયા સુધી પણ પહોંચ્યો છે. છેલ્લા 6થી 10 દિવસમાં જ ડબ્બામાં 80થી 110 રૂૂપિયાનો વધારો નોંધાયો છે. કપાસિયા તેલના ડબ્બામાં પણ 40થી 45 રૂૂપિયાનો વધારો થયો છે અને તેનો ભાવ 2,620થી 2,680 રૂૂપિયા આસપાસ છે. પામતેલના ડબ્બામાં પણ 20થી 25 રૂૂપિયાનો વધારો જોવા મળ્યો છે.

તેલ વેપારીઓ અને મિલ એસોસિએશનના જણાવ્યા મુજબ, નવી મગફળીની આવક હજુ પૂરતા પ્રમાણમાં શરૂૂ થઈ નથી. મગફળીનો મોટો ભાગ સીધી ખાવા માટે વેચાઈ જાય છે, તેથી તેલ મિલોને પિલાણ માટે પૂરતી મગફળી મળતી નથી. ઓછા વરસાદ અને પાકને નુકસાનને કારણે પણ પુરવઠો તંગ રહ્યો છે. સરકારે મગફળીનો ન્યૂનતમ આધાર ભાવ પણ વધાર્યો છે, જેના કારણે ખર્ચ વધ્યો છે. 2023ની સીઝનથી અત્યાર સુધીમાં સીંગતેલના ભાવમાં લગભગ 20 ટકા સુધીનો વધારો થઈ ચૂક્યો છે.

વેપારીઓએ જણાવ્યું કે નવી મગફળી આવવાથી ભાવ ઘટશે તેવી આશા હતી, પરંતુ તેનાથી ઊલટું થયું છે. હાલ દિવાળી સુધી ભાવમાં રાહત મળવાની શક્યતા ઓછી છે. ગૃહિણીઓ માટે તહેવાર દરમિયાન ખાદ્યતેલની ખરીદી મોંઘી બનશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રમાં મગફળીની આવક ધીમે ધીમે વધી રહી છે, પરંતુ સારી ક્વોલિટીની મગફળી તેલ મિલો સુધી ઓછી પહોંચી રહી છે. તેથી સીંગતેલના ભાવ ઊંચા જ રહેવાની શક્યતા છે. લોકોને સલાહ અપાઈ રહી છે કે જરૂૂરી જથ્થો જ ખરીદે અને ભાવની સરખામણી કરીને ખરીદી કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *