ભગવતીપરામાં આઈફોન અને કાર લેવા મુદ્દે ઝઘડો થતાં દાદી-પૌત્રએ ફિનાઈલ પીધું

શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા યુવાને દાદી પાસે એ ફોન અને કારની માંગણી કરી ઝઘડો કર્યો હતો ઝઘડા બાદ દાદીએ ફિનાઈલ પી લીધું…

શહેરમાં ભગવતીપરા વિસ્તારમાં આવેલી સુખસાગર સોસાયટીમાં રહેતા યુવાને દાદી પાસે એ ફોન અને કારની માંગણી કરી ઝઘડો કર્યો હતો ઝઘડા બાદ દાદીએ ફિનાઈલ પી લીધું હતું. દાદીએ ફિનાઈલ પી લીધાની જાણ થતા પૌત્રએ પણ ફીનાઇલ ગટગટાવી લેતા દાદી પૌત્રને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ભગવતીપરા વિસ્તારમાં આવેલ સુખસાગર સોસાયટીમાં રહેતા પિયુષ વિજયભાઈ વડોદરા નામનો (ઉં.વ.18) અને તેના દાદી હંસાબેન શામજીભાઈ વડોદરા (ઉ.વ.55) પોતાના ઘરે હતા ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં ફિનાઈલ પી લીધું હતું દાદી પૌત્રને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં પિયુષ વાડોદરાના પિતાનું અવસાન થયા બાદ પિયુષ દાદી હંસાબેન સાથે રહેતો હતો અને પિયુષ દારૂૂ અને ગાંજાની કુટેવ ધરાવે છે ગઈકાલે પિયુષે દાદી હંસાબેન પાસે આઈફોન અને કારની માંગણી કરી ઝઘડો કર્યો હતો. પૌત્રના ત્રાસથી કંટાળી હંસાબેને ફિનાઈલ પી લીધું હતું દાદીએ ફિનાઈલ પી લીધાની જાણ થતા પિયુષ વાડોદરાએ પણ ફીનાઇલ ગટગટાવી લીધું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત જુદા જુદા પાંચ સ્થળે પાંચ લોકોએ જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. જેમાં દૂધસાગર રોડ પર આવેલ શિવાજીનગરમાં રહેતા નીતાબેન ચેતનભાઇ સરવૈયા નામની 40 વર્ષની પરિણીતાએ પોતાના ઘરે ફીનાઇલ પી લીધું હતું. જ્યારે કશ્યપ રમેશભાઈ લખતરિયા નામનો 40 વર્ષનો યુવાન રેસકોર્સ ગેલેક્સી સિનેમા સામે આવેલ શૌચાલય પાસે હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. એસટી વર્કશોપ પાછળ આવેલ સમરસ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતા રવિ માધાભાઈ પરમાર નામના 29 વર્ષના યુવાને પોતાના ઘરે હતો.

ત્યારે ફીનાઇલ પી લીધું હતું. જ્યારે અનમોલ પાર્કમાં રહેતા અરવિંદર જોગેન્દ્ર નામના 30 વર્ષના યુવાને લીક્વીડ પી લીધું હતું જ્યારે કેનાલ રોડ ઉપર આવેલ વસુધારા સોસાયટીમાં રહેતા દિપાલીબેન મિલનભાઈ દાવડા નામની નવોઢાએ પોતાના ઘરે ફિનાઈલ પી ગટગટાવી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પાંચેય લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *