રાજકોટમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા નીકળી હતી. નાનામવા રોડ ઉપર આવેલ મંદિરેથી નીકળેલી જળયાત્રામાં 108 કળશ સાથે મહિલાઓ ઉપરાંત્ત ભાવિકો જોડાયા હતા. કળશયાત્રા બાદ નીજ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલભદ્રજીને જળાભિષેક કરવામાં આવ્યો હતો. બપોરે મહંત શ્રી 1008 મહામંડલેશ્ર્વર ત્યાગી મનમોહનદાસજીની નિશ્રામાં ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. (તસવીર : મુકેશ રાઠોડ)
રાજકોટમાં જગન્નાથજીની ભવ્ય જળયાત્રા, 108 કળશથી જળાભિષેક
રાજકોટમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય જળયાત્રા નીકળી હતી. નાનામવા રોડ ઉપર આવેલ મંદિરેથી નીકળેલી જળયાત્રામાં 108 કળશ સાથે મહિલાઓ ઉપરાંત્ત ભાવિકો જોડાયા હતા. કળશયાત્રા બાદ…
