શ્રીનાથધામ હવેલી ખાતે ફૂલ ફાગ મહોત્સવની ભવ્ય ઉજવણી

રાજકોટ શહેર ખાતે શ્રીનાથધામ હવેલીના પટાંગણમાં 18 ફેબ્રુઆરી ના રોજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં હજારોની સંખ્યામાં શહેરીજનોએ હોલી રસિયા –…

રાજકોટ શહેર ખાતે શ્રીનાથધામ હવેલીના પટાંગણમાં 18 ફેબ્રુઆરી ના રોજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયના મંગલ સાનિધ્યમાં હજારોની સંખ્યામાં શહેરીજનોએ હોલી રસિયા – ફુલ ફાગ મહોત્સવનો લાભ લીધો.

રાજકોટના શ્રીનાથધામ હવેલી, સ્પીડવેલ પાર્ટી પ્લોટના સામેના પટાંગણમાં તારીખ 18 ફેબ્રુઆરી બુધવારના રોજ શ્રીનાથધામ હવેલી દ્વારા પૂજ્યવ્રજરાજકુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં ભવ્ય હોલી રસિયા – ફુલ ફાગ મહોત્સવનો લાભ હજારોની સંખ્યામાં શહેરીજનોએ લીધો હતો. જેમાં સુરતના સુપ્રસિદ્ધ કલાકાર કુમાનદાસ આસોદારીયા તથા સાથી વૃંદ દ્વારા હોલી રસિયા કરવામાં આવ્યા હતા.

આ મહોત્સવમાં સ્વાગત અધ્યક્ષ તરીકે મૌલેશભાઈ ઉકાણી, જગદીશભાઈ કોટડીયા, માર્ગદર્શક તરીકે અશોકભાઈ શાહ તેમજ મહોત્સવમાં વિશેષ ઉપસ્થિતિમાં પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ ડો. ભરતભાઈ બોઘરા હાજર રહ્યા હતા. આ મહોત્સવમાં રાજકોટ શહેરના નામાંકિત ઉધ્યોગપતિઓ ભીખુભાઈ વિરાણી – બાલાજી વેફર, મનસુખભાઈ પાન – પાન હેલ્થ, અશોકભાઈ ઝિંઝુવાડીયા – રાધિકા જ્વેલર્સ અને રીટાબેન યોગેશભાઈ પૂજારા – પૂજારા ટેલિકોમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના સંયોજક જયેશભાઈ વાછાણી અને જતીનભાઈ ધોળકિયા ના માધ્યમથી કરવામાં આવ્યું હતું. તેમજ પુનીતભાઈ ચોવટીયા, હેમંતભાઈ પટેલ, રાજેશભાઇ કાલરીયા અને નીશીતભાઈ ચોટાઈ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *