રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી, લાંબા વહીવટદાર શાસનનો આવશે અંત
રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ રહી છે. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ પણ અટકેલી પડી છે, પરંતુ હવે માહિતી મળી છે કે, માર્ચ કે એપ્રિલમાં એક સાથે 7 હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ પંચાયતની ચૂંટણી અટકેલી પડી છે, આ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.
માહિતી પ્રમાણે, આગામી માર્ચ મહિનાના અંતમાં કે પછી એપ્રિલ મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઇ શકે છે. આમાં 7 હજાર જેટલી ગ્રામ પંચાયતોની એકસાથે ચૂંટણી યોજાઇ શકે છે.
ગ્રામ પંચાયતની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચે તૈયારી કરી લીધી હોવાનો દાવો પણ થયો છે. આ અંગે હજુ કોઇ સત્તાવાર માહિતી બહાર આવી નથી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો પહેલાથી જાહેર થઈ ચૂકી છે.
રાજ્ય ચૂંટણી આયોગ કમિશ્નર ડો. એસ. મુરલી ક્રિષ્નાએ પ્રેસ કોન્ફરન્સ કરીને તારીખો જાહેર કરી હતી.
66 નગરપાલિકાઓમાં 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. જ્યારે બે વર્ષથી ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું શાસન છે અને ચૂંટણીની રાહ જોવાઈ રહી છે.
રાજ્યમાં આવનારી સ્થાનિક ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસી, 14 ટકા એસટી અને 7 ટકા એસસી અનામત બેઠકો રહેશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા ઘઇઈ અનામતના અમલ સાથે ગુજરાતમાં પહેલીવાર ચૂંટણી જાહેર થઈ છે.
અલબત્ત ગ્રામ પંચાયતોમાં હજી પણ વહીવટદારનું રાજ કાયમ રહેશે. રાજ્યમાં છેલ્લા બે વર્ષથી ખેડા અને બનાસકાંઠા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગર પાલિકા અને 539 નવી ગ્રામ પંચાયતો સાથે કુલ 4765ની ચૂંટણીઓ થઈ શકી નથી.