મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જામનગરને રૂા. 412.16 કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ચૈત્રી નવરાત્રી, ચેટીચાંદ અને નૂતન વર્ષ પ્રતિપદાના પવિત્ર અવસરે જામનગર જિલ્લાને રૂૂ. 412.16 કરોડના ખર્ચે 57 જેટલા વિકાસકાર્યોની ભેટ ધરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી વિરાસત ભી’ના મંત્રને આજે જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા સાકાર કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ જ દિવસમાં ભરૂૂચ, પંચમહાલ અને દાહોદ બાદ આજે જામનગર સહિત કુલ રૂૂ. 2,923 કરોડના વિકાસકામો લોકાર્પિત કરીને રાજ્ય સરકારે ગરીબ કલ્યાણ અને જનસુખાકારીનો નવો અધ્યાય શરૂૂ કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, એક સમયે સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીની ભારે અછત હતી, પરંતુ વડાપ્રધાનશ્રીના દૂરંદેશી નેતૃત્વમાં ‘સૌની યોજના’ અને ‘જ્યોતિગ્રામ યોજના’ દ્વારા અંધારા ઉલેચીને ખેતરો સુધી નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે. શહેરી વિકાસના નવા આયામો અંગે વાત કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વર્ષ 2005થી શરૂૂ થયેલી શહેરી વિકાસની ઉજવણીથી આજે રાજ્યના નગરોનો નકશો બદલાઈ ગયો છે. અગાઉ ગટરના ઢાંકણા માટે પણ ફંડની તંગી અનુભવતી નગરપાલિકાઓ આજે એક જ દિવસમાં કરોડોના કામો કરી રહી છે. રાજ્યના ઐતિહાસિક બજેટમાં જામનગર માટે ઈન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી આધુનિક જોગવાઈઓ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં રોડ અને અન્ય સુવિધાઓ માટે રૂૂ. 1775 કરોડના કામો થયા છે, જેમાં 125 ચેકડેમ-તળાવો અને 57 પેટા આરોગ્ય કેન્દ્રોનો સમાવેશ થાય છે.
સાધના કોલોનીના રહેવાસીઓ માટેના આવાસનું આજે ખાતમુહૂર્ત થતા અહીંના વર્ષો જૂના પ્રશ્નનો સુખદ અંત આવ્યો છે. જામનગરની વૈશ્વિક ખ્યાતિ અંગે ગૌરવ વ્યક્ત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી જામનગર આજે વિશ્વના નકશા પર આયુર્વેદના ક્ષેત્રે ઠઇંઘના ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન’ તરીકે પ્રસ્થાપિત થયું છે. વંદે ભારત ટ્રેન અને જામનગર-અમૃતસર એક્સપ્રેસ-વે જેવી સુવિધાઓથી શહેરની કનેક્ટિવિટી મજબૂત થઈ છે, જેનો સીધો લાભ સ્થાનિક ઉદ્યોગોને મળશે.
અંતમાં મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, વર્ષ 2047 સુધીના આ અમૃતકાળમાં જામનગર ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના નિર્માણમાં મહત્વની લીડ લેશે અને સમગ્ર પંથક આ વિકાસકાર્યોથી અમૃતમય બનશે. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં શહેરમાં વિકાસની વ્યાખ્યા નળ, ગટર અને રસ્તા(નગર) સુધી સીમિત હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં શહેરી વિકાસની પરિભાષા બદલાઈ છે. નળ, ગટર અને રસ્તા વ્યવસ્થા ઉપરાંત બગીચાઓ, તળાવો, હેરિટેજ રીસ્ટોરેશન, ટાઉન હોલ, સાયન્સ સેન્ટર, સ્પોર્ટ્સ સેન્ટર, ઓક્સિજન પાર્ક વગેરે સુવિધાઓ ઉમેરાઇ છે. શિક્ષણ રાજ્યમંત્રી શ્રી રિવાબા જાડેજાએ ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ મેટ્રોસિટી જેવી સુવિધાઓ આપવા માટે સતત કાર્યરત છે. વિકાસ મેટ્રો સિટી પૂરતો સીમિત ન રહીને ગુજરાતના ખૂણે ખૂણે પહોંચ્યો છે, તેનું આ આપણું શહેર સાક્ષી છે.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂૂ.15,300.14 લાખના ખર્ચે 28 કામોનું ખાતમુહૂર્ત તથા રૂૂ. 25,961.29 લાખના ખર્ચે 29 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના મુખ્ય કામોમાં પાયલોટ બંગલોથી પંચવટી સુધીના રસ્તાને ગૌરવપથ તરીકે ડેવલોપ કરવાનું કામ, બે શાળાઓના નવા બિલ્ડીંગ, ફલ્લા ખાતે 66 કે.વી.નું સબસ્ટેશન, ચાર સબ સેન્ટરો, 30ખકઉ ક્ષમતાનો સુુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ખાતમુહૂર્તના કામોમાં ઓક્સીજન પાર્ક બનાવવાનું કામ, સાત રસ્તા સર્કલથી એસ.ટી. બસ સ્ટેન્ડ સુધીના રોડના રોડ સાઈડ ડેવલોપમેન્ટ તેમજ જ્ઞાનશક્તિ સર્કલ, દરબારગઢ સર્કલ તેમજ બેડી ગેઈટ જકંશન સર્કલ ડેવલોપ કરવાનું કામ, ગુલાબનગર ખાતે ઈંઝઈંનું નવીન બાંધકામ, નગર પ્રાથિમક શાળા નં-55ના બિલ્ડીંગનું ખાતમુહુર્ત, બ્રીજ બનાવવાના કામો, ગુજરાત હાઉસિંગ બોર્ડની સાધના કોલોની ખાતે આવેલ 372 જર્જરિત મકાનોના પુન: નિર્માણની કામગીરીના કામોનો સમાવેશ થાય છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી શ્રી મેઘજીભાઈ ચાવડા તથા શ્રી દિવ્યેશભાઈ અકબરી, મ્યુનિસિપલ કમિશનર શ્રી ડી.એન.મોદી, જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુ, પૂર્વ મંત્રીશ્રી આર.સી. ફળદુ, પૂર્વ મેયર શ્રી વિનોદભાઇ ખીમસુર્યા, પુર્વ ડે.મેયર શ્રી ક્રિષ્નાબેન સોઢા, અગ્રણીશ્રી બીનાબેન કોઠારી, શ્રી વિનોદભાઈ ભંડેરી, શ્રી નિલેશભાઇ કગથરા, શ્રી આશિષ જોશી, શ્રી કેતન નાખવા સહિત બહોળી સંખ્યામા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
