કોમનવેલ્થ ગેમ પહેલા હોટેલ ઉદ્યોગ ઉપર વરસી પડશે સરકાર

આકર્ષક ‘હોટલ અને ટુરિઝમ પોલિસી’ બનાવી રોકાણકારોને આકર્ષવાનો વ્યૂહ ગુજરાતમાં બે મહારમતોત્સવના કારણે 60 હજારથી વધુ રૂમની જરૂર ઉભી થશે ગુજરાતમાં આગામી વર્ષોમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય…

આકર્ષક ‘હોટલ અને ટુરિઝમ પોલિસી’ બનાવી રોકાણકારોને આકર્ષવાનો વ્યૂહ

ગુજરાતમાં બે મહારમતોત્સવના કારણે 60 હજારથી વધુ રૂમની જરૂર ઉભી થશે

ગુજરાતમાં આગામી વર્ષોમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર નવી ’હોટલ અને ટુરિઝમ પોલિસી’ તૈયાર કરવાની દિશામાં આગળ વધી રહી છે. ખાસ કરીને 2030ની કોમનવેલ્થ ગેમ્સ અને 2036ના સંભવિત ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને પ્રવાસન માળખાને મજબૂત બનાવવું અનિવાર્ય બન્યું છે. આને ધ્યાનમાં રાખીને સરકાર હવે હોટલ ઉદ્યોગમાં મોટા પાયે રોકાણ આકર્ષવા માટે નવી નીતિ લાવવા જઈ રહી છે.

અંદાજ મુજબ, માત્ર અમદાવાદ શહેરમાં જ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન 60,000થી વધુ રૂૂમોની જરૂૂરિયાત ઊભી થશે. હાલની સ્થિતિમાં આટલી ક્ષમતા ઉપલબ્ધ નથી, જેના કારણે આગામી વર્ષોમાં મોટી સંખ્યામાં નવી હોટલોનું નિર્માણ કરવું જરૂૂરી બની રહ્યું છે. હોટલ ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનોના જણાવ્યા અનુસાર, આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે રાજ્યમાં ઓછામાં ઓછી 300 નવી હોટલો ઉભી કરવાની જરૂૂર છે.
જોકે, 2021થી 2025 દરમિયાન અમલમાં રહેલી અગાઉની ટુરિઝમ પોલિસી હેઠળ અપેક્ષા મુજબ હોટલ વિકાસ થઈ શક્યો નથી. આથી, સરકાર હવે નવી નીતિમાં વધુ આક્રમક અને વ્યવહારૂૂ પ્રોત્સાહનો આપવાની તૈયારીમાં છે.

ખાસ કરીને સીધી સબસિડી આપવાના બદલે માળખાગત છૂટછાટો પર ભાર મુકવામાં આવી રહ્યો છે, જેથી રોકાણકારો માટે પ્રક્રિયા સરળ બને. નવી પોલિસીમાં વધારાની એફએસઆઈ (ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ) વિનામૂલ્યે આપવાનો પ્રસ્તાવ ચર્ચામાં છે, જેથી હોટલો વધુ ક્ષમતા સાથે ઉભી કરી શકાય. સાથે જ મિલકત વેરા અને અન્ય સરકારી કરમાં ચોક્કસ સમયગાળા માટે રાહત આપવાની પણ વિચારણા ચાલી રહી છે.

હોટલ ઉદ્યોગને કોમર્શિયલ દરના બદલે રાહત દરે વીજળી પૂરી પાડવાનો પ્રસ્તાવ પણ ધ્યાનમાં લેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ રીતે, હાલ હોટલ બાંધકામ માટે મંજૂરી મેળવવાની પ્રક્રિયા લાંબી અને જટિલ હોવાના કારણે રોકાણકારો માટે મુશ્કેલ બની રહે છે. આને ધ્યાનમાં રાખીને સરકાર ’વન-સ્ટોપ સોલ્યુશન’ અમલમાં મૂકવા જઈ રહી છે, જેના દ્વારા તમામ મંજૂરીઓ એક જ પ્લેટફોર્મ પર અને ટૂંકા ગાળામાં મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. નવી પોલિસી તૈયાર કરવા માટે ગુજરાત સરકાર અન્ય અગ્રણી રાજ્યો જેવી કે કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રની ટુરિઝમ નીતિઓનો અભ્યાસ પણ કરી રહી છે.

આ રાજ્યોમાં સફળ થયેલા મોડલ્સને ધ્યાનમાં રાખીને ગુજરાતની જરૂૂરિયાતો મુજબ ફેરફાર કરીને અંતિમ નીતિ તૈયાર કરવામાં આવશે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની તિજોરી પર વધારાનો બોજ નાખ્યા વગર ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવાનો છે. આ નવી પોલિસી અમલમાં આવતા રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે ઝડપી વિકાસ થશે, રોજગારીની તકો વધશે અને ગુજરાત આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ આકર્ષક પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લા સ્તરે નાયબ મામલતદાર, કારકુન અને તલાતીઓની કુલ 4,133 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

સ્ટેમ્પ અને નોંધણી કાર્ય માટે ₹150 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ સમગ્ર ફાળવણીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકો માટે વહીવટી સેવાઓ સુગમ અને અસરકારક બનાવવાનો છે. પાણી પુરવઠા અને જળ સંપત્તિ વિભાગ માટે 2026-27માં ₹25,960 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા યોજનાઓ માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. જળ જીવન મિશન અને ગ્રામ્ય કક્ષાએ પાણીની પુરીસાદ માટે ₹3,458 કરોડ ફાળવવામાં આવ્યા છે. કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ હેઠળ ₹1,699 કરોડ અને નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજનામાં ₹800 કરોડ ફાળવાયા છે. ભૂગર્ભ જળના ઘટતા સ્તર અને ઉનાળામાં સર્જાતી અછત સામે ટકાઉ ઉપાય માટે પણ નોંધપાત્ર ફાળવણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *