મનરેગા યોજનાના બોગસ હુકમો બનાવી સરકારી પ્લોટ મેળવી લીધો

કોટડાસાંગાણીમાં નવતર કૌભાંડ, સરકાર સાથે છેતરપિંડીની ફરિયાદ, ખોટી સનદ બનાવનાર શખ્સ સામે નોંધાતો ગુનો કોટડાસાંગાણીમાં ડો. આબેડકર આવાસ યોજના હેઠળ ગામના 100 વારના પ્લોટની ખોટી…

કોટડાસાંગાણીમાં નવતર કૌભાંડ, સરકાર સાથે છેતરપિંડીની ફરિયાદ, ખોટી સનદ બનાવનાર શખ્સ સામે નોંધાતો ગુનો

કોટડાસાંગાણીમાં ડો. આબેડકર આવાસ યોજના હેઠળ ગામના 100 વારના પ્લોટની ખોટી સનદ તેમજ હુકમ બનાવી આ ખોટી સનદ તેમજ હુકમ આધારે રૂૂપીયા મનરેગા યોજના હેઠળ 1,20,000 તથા અન્ય રૂૂ.20,381 ની મળી કુલ 1,40,381 સહાય મેળવી સરકારી તંત્ર સાથે છેતરપીડી કરનાર સામે તાલુકા વિકાસ અધિકારીની ફરિયાદને આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

મળતી વિગતો મુજબ ગોંડલ હાઉસ નંબર 125 શેરી નંબર-4, રોયલ પાર્ક -1,ગોંડલ રહેતા કોટડા સાંગાણી તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી રિધ્ધી જયંતીભાઈ પટેલ (ઉ.વ.30)એ કોટડાસાંગાણી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોટડાસાંગાણીના હર્ષદભાઈ નાથાભાઈ દાફડાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યું કે, ગઇ તા.03/01/2024 ના રોજ મનોજભાઈ પ્રેમજીભાઇ દાફડાએ કોટડા સાંગાણીના હર્ષદભાઇ નાથાભાઇ દાફડા વીરુધ્ધ ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી આર્થિક લાભ મેળવી સરકારી તંત્ર સાથે છેતરપીંડી કર્યાનો આક્ષેપતી અરજી થઈ હતી. જે અરજી અન્વયે તાલુકા વિકાસ અધિકારી રિધ્ધી પટેલ દ્વારા તપાસ કરાવતા જે અંગે કોટડા સાંગાણી તલાટીકમ મંત્રી પાસેથી તા.04/03/2024 તથા તા.15/04/2024 ના રોજ લેખીત અહેવાલ મંગાવતા તંલાટી મંત્રીએ તા.0 8/04/2024 તથા તા.23/04/2024 ના રોજ અહેવાલ આપ્યો હતો જેમા હર્ષદભાઈ નાથાભાઈ દાફડાના નામે કોટડા સાંગાણી ગામમા 100 ચો.વાર મફત રહેણાક હેતુ પ્લોટ મળેલ નથી પરંતુ તેમના પિતા નાથાભાઈ પ્રેમજીભાઈ દાફડા ના નામે 100 ચો.વાર મફત પ્લોટ મળેલ છે જેની વીગત ગામ નમુના નંબર-2 ના ક્રમ નંબર 1345 ઉપર નોંધાયેલ છે જે નોંધમા વારસાઇ કે અન્ય કોઇ ફેરફાર થયેલ નથી.

બાદ કોટડા સાંગાણી આઈ.આર.ડી. શાખા તાલુકા પંચાયત કચેરી ખાતેથી તા.02/04/2024 ના રોજ લેખીત અહેવાલ મંગાવતા આઈ.આર.ડી. શાખાના અહેવાલમા હર્ષદભાઈ નાથાભાઈ દાફડાને ડો.આબેડકર આવાસ યોજનાના તારીખ.25/03/2021 અન્વયે મનરેગા યોજના અંતર્ગત 90 દિવસની મળવાપાત્ર રોજગારી રૂૂપીયા રૂૂ.20,381/ – ચુકવેલ હોવાનો રીપોર્ટ કર્યો હતો. તેમજ રાજકોટ સમાજ કલ્યાણ શાખા જીલ્લા પંચાયત કચેરી ખાતેથી અહેવાલ મંગાવતા રાજકોટ જીલ્લા સમાજ અધિકારી જીલ્લા પંચાયતના અહેવાલમા હર્ષદભાઇ નાથાભાઈ દાફડાને ડો. આબેડકર આવાસ યોજના અન્વયે ઇ-સમાજ કલ્યાણ પાળેર્ટલ પર ચકાસણી કરતા તેઓને રૂૂપીયા 1,20,000/- ની સહાય મંજુર કરી ચુકવેલ હોવાનું જણાવ્યું હતું.

કોટડા સાંગાણી ગામના હર્ષદભાઈ નાથાભાઈ દાફડાની દસ્તાવેજી પ્લોટ સનદ હુકમ તથા બાધકામની રજા ચીઠ્ઠી તથા સમાજ કલ્યાણ નીરીક્ષકનો સ્થળ તપાસણી રીપોર્ટ વીગેરે પુરાવાને આધારે સહાય ચુકવેલ હોવાનું રીપોર્ટમાં જણાવ્યું હતું. તાલુકા વિકાસ અધિકારી દ્વારા દસ્તાવેજ પ્લોટ સનદ હુકમ ચકાસણી કરતા હર્ષદ ભાઈ નાથાભાઇ દાફડાએ સમાજ કલ્યાણ ખાતામા ખોટા દસ્તાવેજી સનદ હુકમ રજુ કરી સહાય મેળવી આર્થીક લાભ મેળવેલ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

હર્ષદભાઇ નાથાભાઇ દાફડાને રૂૂબરૂૂ બોલાવી ખુલાસો માંગતા તેણે 100 વારના પ્લોટના અસલ હુકમ તથા અસલ સનદ બતાવ્યા હતા. જેમાં હર્ષદભાઇએ તેની પત્નીનુ નામ નીલમબેન હર્ષદભાઇ દાફડા લખેલ હતુ જયારે સમાજ કલ્યાણ ખાતામાંથી રજુ થયેલ સનદમા હર્ષદભાઇએ તેની પત્નીનુ નામ નીર્મળાબેન હર્ષદભાઇ દાફડા લખેલ હતુ તેમજ પ્લોટની દીશા પણ ખોટી દર્શાવવામાં આવ્યાનું જાણવા મળતા એ પુરવાર થયું કે, હર્ષદભાઈ નાથાભાઈ દાફડાએ દસ્તાવેજી ખોટી સનદ તેમજ હુકમ બનાવી આ ખોટી સનદ તેમજ હુકમ આધારે ડો. આબેડકર આવાસ યોજના હેઠળ રૂૂપીયા તથા મનરેગા યોજના હેઠળ રૂૂ.1.40 લાખની ખોટી સહાય મેળવી સરકારી તંત્ર સાથે છેતરપીડી કરેલ જેથી તાલુકા વિકાસ અધિકારી રિધ્ધી પટેલ દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી હર્ષદ દાફડાને સકંજામાં લઇ વધુ તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *