રાજકોટની ઐતિહાસિક ધરોહરની સાચવણીનો સરકારનો આદેશ

જૂના બાંધકામો, તળાવો, પ્રાચીન ઇમારતો, ગરબા, લોકસાહિત્ય સહિતનો વારસો સાચવવા સરવે હાથ ધરાશે, ક્ધસલટન્ટની નિમણૂક રાજકોટમાં વર્ષો પહેલા બનાવવામાં આવેલ ઇમારતો, તળાવો, ટાવર અને જૂની…

જૂના બાંધકામો, તળાવો, પ્રાચીન ઇમારતો, ગરબા, લોકસાહિત્ય સહિતનો વારસો સાચવવા સરવે હાથ ધરાશે, ક્ધસલટન્ટની નિમણૂક

રાજકોટમાં વર્ષો પહેલા બનાવવામાં આવેલ ઇમારતો, તળાવો, ટાવર અને જૂની કચેરીઓ ઐતિહાસિક ઘરોહરની વાખ્યામાં આવે છે. વર્ષો જતા હવે આ પ્રકારની ઘરોહરો નામશેશ થવા લાગતા નવી જનરેશનને ઐતિહાસિક ઘરોહરની માહિતી સાથે તે સમયના બાંધકામો સહિતનું જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે સરકારે રાજકોટ શહેરમાં આવેલ જૂના બાંધકામો, તળાવો, પ્રાચિન ઇમારતો, ગરબા, લોકસાહિત્ય સહિતના વારસાને જીવંત રાખવા માટે સર્વે કરી જાળવણી કરવાનો આદેશ આપ્યો હોવાનુ જાણવા મળેલ છે.

જેના લીધે મહાનગરપાલિકાએ ઐતિહાસિક ઘરોહરોનો સર્વે કરવા માટે ક્ધસલટન્ટની નિમણુક કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.મનપાના બાંધકામ વિભાગમાંથી પ્રાપ્ત થયેલ વિગત મુજબ હાલ કબાગાંધીનો ડેલો તથા ગાંધી મ્યુઝીયમ સહિતની અમુક પ્રાચિન ઇમારતોની જાળવણી કરવામાં આવી છે. તેમજ આ ઘરોહરોનુ મ્યુઝીયમમાં રૂપાંતર કરી જર્જરિત થતી બચાવવામાં આવી રહી છે. તેમજ વિદ્યાર્થીઓને તેના વિશે વધુમાં વધુ જાણકારી ઉપલબ્ધ જાય તે માટે થઇને પર્યટનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પરંતુ શહેરમાં અનેક પ્રાચિન ઇમારતો હજૂ પણ દિવસે િેદવસે જર્જરિત થતી જોવા મળી રહી છે તેવી જ રીતે પ્રાચિન વારસો જેમાં કે પ્રાચિન ગરબીઓ તેમજ લોકસાહિત્યો સહિતના વારસાને સાચવણી કરવી જરૂરી બને છે અને આવનારી પેઢી તેનાથી અવગત થાય તે માટે પ્રયાસો સરકાર દ્વારા હાથ ધરાયા છે. જેના ભાગેરૂપે રાજ્ય સરકારે રાજકોટ મહાનગરપાલિકાને શહેરમાં આવેલ જૂના બાંધકામો, તળાવો, પ્રાચિન ઇમારતો, ગરબા, લોકસાહિત્ય સહિતના વારસાની જાળવણી માટે સર્વે કરવાની સૂચના આપવામાં આવી છે. આથી મનપાએ સર્વે કામગીરી માટે પ્રાઇવેટ એજન્સીની નિમણુક કરવાની હોય ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે.

જર્જરિત બાંધકામો માટે અલગથી નિર્ણય લેવાશે
રાજકોટ શહેરમાં વર્ષો પહેલા બનાવવામાં આવેલ અનેક પ્રાચિન ઇમારતો સહિતના વારસાનો નાશ થવા લાગ્યો છે. જેમા તાજેતરમાં લાખાજીરાજ શાક માર્કેટનુ નવીનિકરણ થઇ શકે તેમ ન હોવાથી તેને તોડી પાડવાની સૂચના આપવામાં આવી છે. જયારે રાજ્ય સરકાની સૂચના બાદ વર્ષો જૂની ઇમારતો અને પ્રાચિન ઘરોહરો કે જેનું નવીનિકરણ થઇ શકે તે હોય તેનુ લિસ્ટ તેમજ ભય જનક અને જર્જરિત હાલતમાં હોય અને ફરજિયાત તોડ પાડવી પડે તેમ હોય તેવી જર્જરિત અને ભયજનક ઇમારતો સહિતના બાંધકામોનુ અલગ લીસ્ટ તૈયાર કર્યા બાદ જાળવણી માટેનો નિર્ણય લેવામાં આવશે.

વિન્ટેજ કાર સહિતના વાહનોનો સમાવેશ થવાની શક્યતા
સરકાર દ્વારા રાજકોટ શહેરની ઐતિહાસિક ઘરોહરોની જાળવણી કરવા માટે સર્વે કરવાના આદેશ આપ્યા છે. જેમાં ઇમારતો સિવાય પ્રાચિન ગરબાઓ તેમજ લોકસાહિત્યનો પણ સમાવેશ કરાયો છે. જયારે વિન્ટેજ કાર તેમજ અન્ય વાહનો તેમજ વસ્તુઓને પણ ઐતિહાસિક ઘરોહરમાં મુકી આ પ્રકારનું વસ્તુઓને મ્યુઝીયમમાં મુકવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *