સરકારી જમીનના દબાણકર્તાઓને 10 લાખ સરકારમાં જમા કરવા આદેશ

જોડિયાના કેશિયા ગામે ત્રણ ભાઇઓ દ્વારા કરેલ જમીન કૌભાંડમાં હાઇકોર્ટનો ચૂકાદો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામમાં ત્રણ ભાઈઓ દ્વારા ખાનગી અને સરકારી જમીનમાં દબાણ…

જોડિયાના કેશિયા ગામે ત્રણ ભાઇઓ દ્વારા કરેલ જમીન કૌભાંડમાં હાઇકોર્ટનો ચૂકાદો

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના કેશીયા ગામમાં ત્રણ ભાઈઓ દ્વારા ખાનગી અને સરકારી જમીનમાં દબાણ કરવામાં આવ્યું હતું તે અંગે ફરિયાદ તથા ખાનગી દબાણ દૂર કરી નાખ્યું હતું. પરંતુ સરકારી જમીન માં દબાણે યથાવત રાખ્યું હતું આ અંગે કોર્ટ કેસ ચાલી જતા અદાલતે રૂૂ.દસ લાખ ની રકમ જમા કરાવવા આદેશ કર્યો છે.

જામનગર જીલ્લાના જોડીયા તાલુકાના કેશિયા ગામે અરજદાર જમનભાઇ અજાભાઇ ભંડેરી ની કેશીયા ગામે જુના સર્વે નંબર-82 પૈકી 1 નવા સર્વે નંબર-1557 થી હે.4-38-07 ની વડીલોપાર્જીત જમીન માં ધરમશીભાઇ હરજીભાઇ ચાવડા , મનોજભાઇ હરજીભાઇ ચાવડા , સતીષભાઇ હરજીભાઇ ચાવડા એ ગેર કાયદે દબાણ કરતાં અરજદાર દ્વારા ડી.આઇ.એલ.આર મારફતે માપણી કરાવાઈ હતી.

અરજદાર ની માલીકી ની જમીન માં આશરે હેકટર 2-21-80 ચો.મી.જેટલી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરેલ હોય , બાદ અરજદાર દ્વારા સામાવાળાઓ ને સરકારી માપણી શીટ મુજબ તેઓની જમીન ખુલ્લી કરી દેવા અને ગેરકાયદેસર કબ્જો દુર કરવા જણાવવા છતાં સામાવાળાઓ દ્વારા અરજદાર ની જમીનનું ગેરકાયદેસર દબાણ ખુલ્લું નહીં કરતાં અરજદાર દ્વારા આ સામાવાળાઓ વિરૂૂધ્ધ કલેક્ટર ખાતે લેન્ડ ગ્રેબીંગની અરજી કરતાં અરજી તપાસના કામે મહેસુલ તલાટી કેશીયા, નાયબ મામલતદાર (દબાણ), સર્કલ ઓફીસર જોડીયા, મદદનીશ કલેક્ટર, ધ્રોલ ના ઓ સ્થળ તપાસ કરી પંચરોજકામ કરતા આ સામાવાળાઓએ અરજદારની માલીકીની જમીનમાં દબાણ કરેલ ઉપરાંત કેશીયા ગામની સરકારી ખરાબાની જમીન સર્વે નં.1518 તથા 1820 ની જમીનમાં પણ આશરે હે.2-00-00 જેટલુ દબાણ કરેલ છે. બાદ મદદનીશ કલેક્ટર ધ્રોલ દ્વારા જીલ્લા લેન્ડ ગ્રેબીંગ કમીટી માં અહેવાલ મોકલતાં જીલ્લા લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબિશન કમીટી ની તા.08/07/25 ની બેઠકમાં કમીટી દ્વારા સર્વાનુમતે નિર્ણય લઇ આ કામેના સામાવાળાઓ વિરૂૂધ્ધ અરજદાર જમનભાઇ અજાભાઈ ભંડેરી ની અરજી અન્વયે પોલીસ ફરીયાદ કરવા તેમજ સરકારી ખરાબાની જમીનમાં કરવામાં આવેલ દબાણ અંગે મદદનીશ કલેક્ટર ધ્રોલ નાઓ અધિકૃત કરે તે કર્મચારી મારફતે પોલીસ ફરીયાદ કરવા અંગેનો હુકમ કરતાં સામાવાળાઓ એ અરજદાર ની માલીકી ની જમીન ખાલી કરી આપી હતી. આથી અરજદાર દ્વારા ફરીયાદ કરવમાં આવી ન હતી.

પરંતુ સરકારી ખરાબાની જમીન ખાલી નહિં કરતાં સામાવાળાઓ વિરૂૂધ્ધ નાયબ મામલતદાર (દબાણ) જોડીયા એ ફરીયાદ આપતાં જોડીયા પો.સ્ટે.માં ગુજરાત જમીન પચાવી પાડવાં પર પ્રતિબંધ અધિનિયમ-2020 ની કલમ-4(3),5(ગ) તથા ભારતીય ન્યાય સંહીતા-2023 ની કલમ-54 મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો. અને તપાસ આર.બી.દેવધા (નાયબ પોલીસ અધિક્ષક – જામનગર ગ્રામ્ય ) એ સંભાળી હતી. તપાસ દરમ્યાન સ્થળ પંચરોજ કામ કરી લાગતાં-વળગતાં સાહેદોના નિવેદનો મેળવી જરૂૂરી દસ્તાવેજી પુરાવાઓ એકત્રીત કરેલ અને તપાસ દરમ્યાન ડી.આઇ. એલ.આર.કચેરી જામનગર મારફતે ઉપરોક્ત સરકારી ખરાબાની જમીનની માપણી કરાવતાં આ સામાવાળાઓ દ્વારા સરકારી ખરાબાની જમીન માં દબાણ કરેલ હોવાનું પ્રસ્થાપિત થયેલ.

તપાસ દરમ્યાન આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં એફ.આઇ.આર.રદ કરવા માટે અરજી કરેલ અને ગુજરાત હાઇકોર્ટ માં ગુન્હો રેકર્ડ થયાં બાદ સરકારી જમીન માં કરેલ દબાણ ખુલ્લું કરી અને ગુગલ મેપ થી ફોટોગ્રાફ્સ મેળવી હાઇકોર્ટ સમક્ષ હાલ આ સરકારી જમીનમાં આરોપીઓ દ્વારા કોઇ દબાણ કરેલ નહીં હોવાની રજુઆતો કરેલ. પરંતુ તપાસ કરનાર દ્વારા આરોપીઓ વિરૂૂધ્ધ સમગ્ર પુરાવાઓ સરકારી વકીલ મારફતે કોર્ટમાં રજુ કરતાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પુરાવાઓ ધ્યાને લઇ આ કામેના આરોપીઓએ છેલ્લા 14 વર્ષથી સરકારી ખરાબાની જમીનમાં દબાણ કરી આર્થિક લાભમેળવેલ હોય અને જેનાં કામે આરોપીઓને મામલતદાર જોડીયા દ્વારા છેલ્લા 14 વર્ષથી બિનઅધિકૃત પેશકદમી બદલ જંત્રી ના 1 ટકા મુજબ દંડની રકમ રૂૂ.8865 વસુલ કરેલ.

તદઉપરાંત ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારી ખરાબાની જમીનમાં છેલ્લાં 14 કરેલ દબાણ અને મેળવેલ આર્થિક લાભની ગંભીરતા લઇ આ કામેના આરોપીઓને સરકારી જમીનમાંથી મેળવેલ આર્થિક લાભ બદલ નોન રીફંડેબલ રૂૂપિયા 10 લાખ , કલેક્ટર જામનગર ના નામે જીલ્લા સરકારી તિજોરીમાં જમા કરાવવાનો હુકમ કરેલ તેમજ આ કામેના આરોપીઓએ જેટલાં વર્ષોથી સરકારી જમીનમાં કરેલ દબાણમાંથી આજદીન સુધી મેળવેલ આર્થિક લાભ અંગે કાયેદસરની ઇન્કવાયરી કરી જો આર્થિક લાભ 10 લાખ કરતાં વધુ હોય તો વધારાંની રકમ સરકારી તિજોરીમાં જમા કરાવવાનો હુકમ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *