રાજકોટમાં વાઈબ્રન્ટ રિજનલ સમિટ માટે સરકાર દ્વારા 14 સમિતિઓની રચના

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મહેસાણામાં પ્રથમ પ્રાદેશિક કોન્ફરન્સની સફળતા બાદ, હવે આગામી 10 અને 12 જાન્યુઆરી 2026 ના રોજ રાજકોટ ખાતે ’બીજી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ…

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ મહેસાણામાં પ્રથમ પ્રાદેશિક કોન્ફરન્સની સફળતા બાદ, હવે આગામી 10 અને 12 જાન્યુઆરી 2026 ના રોજ રાજકોટ ખાતે ’બીજી વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા સચિવ કક્ષાની 14 જેટલી વિવિધ ફંક્શનલ સમિતિઓની રચના કરવામાં આવી છે. એમાં તમામ સચિવને દેખરેખ નીચે આ સમિતિઓ કામ કરશે.

આ સમિતિનું નેતૃત્વ ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી મમતા વર્મા કરશે, જે તમામ પ્રાદેશિક કોન્ફરન્સના સંકલનની જવાબદારી સંભાળશે. આ સમિતિના અધ્યક્ષ તરીકે GIDC ના ટઈ અને MD પ્રવીણા ડી.કે. ની નિમણૂક કરવામાં આવી છે. તેઓ સ્થળની તૈયારી, સ્ટેજ મેનેજમેન્ટ અને સીટિંગ વ્યવસ્થા જેવી બાબતો જોશે. આ સમિતિનું નેતૃત્વ આદ્રા અગ્રવાલ અને કો-હેડ તરીકે સંદીપ સાગલે કરશે. સમિટના વ્યાપક પ્રચાર અને મીડિયા પ્લાનિંગ માટે માહિતી નિયામક કે.એલ. બચાણી ના અધ્યક્ષ સ્થાને મીડિયા સમિતિની રચના કરવામાં આવી છે.

આ કોન્ફરન્સમાં રાજકોટ કલેક્ટર ડો. ઓમ પ્રકાશ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને અન્ય જિલ્લાના કલેક્ટરો તેમજ ડીડીઓને પણ વિવિધ સમિતિઓમાં સભ્ય તરીકે સામેલ કરવામાં આવ્યા છે. સમિતિના વડાઓને જરૂૂરિયાત મુજબ અન્ય અધિકારીઓને સહ-નિયુક્ત કરવાની સત્તા પણ આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *