ભારત સહિત ઓછામાં ઓછા પાંચ દેશોમાં વિદ્યાર્થીઓની અભિવ્યક્તિ પર પોલીસ અને સૈન્ય દળો દ્વારા હિંસક કાર્યવાહી નોંધવામાં આવી છે. આ ઘટનાઓ વિશ્વના 59 દેશો અને વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણ સાથે જોડાયેલા સમુદાયો પર થયેલા 382 હુમલાઓનો એક ભાગ છે. નોંધનીય છે કે આ ઘટનાઓ 1 જુલાઈ 2025થી 30 જૂન 2026 વચ્ચે બની હતી. આ માહિતી સ્કોલર્સ ઍટ રિસ્ક (જઅછ)ના અકાદમિક ફ્રીડમ મોનિટરિંગ પ્રોજેક્ટના વાર્ષિક અહેવાલ ફ્રી ટુ થિંક 2026માં સામે આવી છે. અહેવાલ મુજબ, સરકારી દમન અને યુનિવર્સિટીઓની સ્વાયત્તતામાં વધતો હસ્તક્ષેપ સમગ્ર વિશ્વમાં અકાદમિક સ્વતંત્રતામાં ઘટાડાના મુખ્ય કારણો છે.
OHCHRએ ગયા વર્ષે 7 જુલાઈએ શિક્ષણના અધિકાર અંગે એક ઠરાવ પણ પસાર કર્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે રાજ્યો, શૈક્ષણિક સંસ્થાઓ, શિક્ષકો અને કર્મચારીઓની જવાબદારી છે કે તેઓ સંશોધન, ચર્ચા અને વિચારવિમર્શ માટે સુરક્ષિત અને સર્વસમાવેશક વાતાવરણ પૂરું પાડે. જોકે, જઅછના આંકડા અનુસાર, એક ડઝનથી વધુ દેશોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ અકાદમિક સ્વતંત્રતા, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સંગઠન બનાવવાના અધિકારોનો ઉપયોગ કરવા બદલ હિંસા અને દમનનો સામનો કરવો પડ્યો છે. 16 દેશોમાં યુનિવર્સિટી પરિસરોને હિંસક હુમલા, બળજબરીથી પ્રવેશ, કબજો અથવા હિંસક હુમલાની ધમકીઓનો સામનો કરવો પડ્યો. તેનાથી પરિસરોની સુરક્ષા અને તેમની સ્વાયત્તતા પ્રભાવિત થઈ છે. બીજી તરફ, આઠ દેશોમાં યુનિવર્સિટીઓની સંસ્થાકીય સ્વાયત્તતામાં ઘટાડો નોંધાયો. તેમાં વહીવટ, અભ્યાસક્રમ, નિમણૂકો અને પ્રવેશ જેવી પ્રક્રિયાઓમાં બાહ્ય હસ્તક્ષેપનો સમાવેશ થાય છે.
અહેવાલમાં ભારત, ઈરાન, સર્બિયા અને સેનેગલમાં સીધા સરકારી દમનના અનેક કિસ્સાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ, ચીન, રશિયા અને અફઘાનિ સ્તાનમાં શિક્ષણવિદોની ધરપકડ, કેસ અને કેદ તેમજ પાકિસ્તાનમાં બલોચ વિદ્યાર્થી કાર્યકરોને બળજબરીથી ગુમ કરવામાં આવ્યાની ઘટનાઓ પણ નોંધવામાં આવી છે.
અહેવાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા માર્ચમાં આપવામાં આવેલા તે આદેશનો પણ ઉલ્લેખ છે, જેમાં ન્યાયતંત્રમાં ’ભ્રષ્ટાચાર’ અંગે ગઈઊછઝના એક પાઠ્યપુસ્તકના અધ્યાય પર કામ કરનારા ત્રણ શિક્ષણવિદો પર ’આજીવન પ્રતિબંધ’ મૂકવામાં આવ્યો હતો. બાદમાં અદાલતે પોતાનો આદેશ પાછો ખેંચી લીધો હતો. જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા 25 પુસ્તકોના વેચાણ, વિતરણ અને પોતાની પાસે રાખવા પર મૂકવામાં આવેલા પ્રતિબંધનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, દિલ્હી યુનિવર્સિટી, બનારસ યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટીમાં કાર્યક્રમો રદ કરવામાં આવવા તેમજ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસ (ઝઈંજજ) અને જામિયા મિલિયા ઇસ્લામિયામાં વિદ્યાર્થી પ્રદર્શનોને લઈને અધિકારીઓના દબાણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
અહેવાલમાં અકાદમિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને થયેલા ’રાજકીય ટકરાવ’નો પણ ઉલ્લેખ છે. તેમાં વિદ્યાર્થીઓ વચ્ચે રાજકીય આધાર પર થયેલી અથડામણોનો સમાવેશ થાય છે. અહેવાલ મુજબ, આવા ટકરાવ ખાસ કરીને જમણેરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ડાબેરી ઑલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ એસોસિએશન તથા નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા વચ્ચે થયા હતા.
અમેરિકન સરકારે એવા અભ્યાસક્રમો અને અકાદમિક સામગ્રી પર પ્રતિબંધ મૂકતા કાયદા બનાવ્યા જે તેના રાજકીય એજન્ડા સાથે સુસંગત નહોતા. વૈચારિક આધાર પર યુનિવર્સિટીઓનું ફંડિંગ અટકાવવામાં આવ્યું અથવા મર્યાદિત કરવામાં આવ્યું, સ્વતંત્ર સંશોધનમાં હસ્તક્ષેપ કરવામાં આવ્યો અને યુનિ.ઓની વહીવટી સંસ્થાઓમાં રાજકીય રીતે સમર્થક લોકોને નિયુક્ત કરવામાં આવ્યા. આ ઉપરાંત, સરહદ પારના અકાદમિક સહયોગને મર્યાદિત કરવામાં આવ્યો અને વિદેશી શિક્ષણવિદોના દેશમાં પ્રવેશ પર પણ વ્યાપક પ્રતિબંધો મૂકવામાં આવ્યા. 59 દેશોમાંથી બ્રાઝિલ, બાંગ્લાદેશ, હંગેરી, અને વેનેઝુએલામાં અકાદમિક સ્વતંત્રતામાં સુધારો જોવા મળ્યો. આ દેશોમાં ઉચ્ચ શિક્ષણ સમુદાયોએ સરકારી નિયંત્રણનો વિરોધ કર્યો અને રાજકીય નેતૃત્વમાં મહત્વપૂર્ણ ફેરફારો થયા.
2024 કરતા 2026માં સ્તર વધુ કથળ્યું
અહેવાલ મુજબ, ભારતની કેન્દ્ર સરકાર ઉચ્ચ શિક્ષણ પર પોતાનો પ્રભાવ વધારી રહી છે. મુખ્ય સંસ્થાઓમાં યુનિવર્સિટી વહીવટ, નેતૃત્વની નિમણૂકો અને અકાદમિક પ્રાથમિકતાઓને પ્રભાવિત કરવાના પ્રયાસો વચ્ચે 2026માં ભારતનો અકાદમિક ફ્રીડમ ઇન્ડેક્સ સ્કોર 0.14 રહ્યો. તેને ’ગંભીર રીતે પ્રતિબંધિત’ શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. 2024માં ભારતનો સ્કોર 0.16 હતો. વિરોધ પ્રદર્શનો અને પરિસરોમાં આયોજિત અન્ય કાર્યક્રમો દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ, બંને તરફથી હિંસાની ઘટનાઓ પણ નોંધાઈ છે.
