અમદાવાદમાં સરકારી અને ખાનગી શાળાઓ રવિવારે ચાલુ રાખી શકાશે

અમદાવાદમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી રજાઓના કારણે શૈક્ષણિક કાર્યને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ…

અમદાવાદમાં ભારે વરસાદને કારણે જાહેર કરાયેલી રજાઓના કારણે શૈક્ષણિક કાર્યને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ (DEO) મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ સરકારી, ખાનગી અને સ્વનિર્ભર શાળાઓને ઓગસ્ટ મહિનાના રવિવારે શાળા ચાલુ રાખવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. જોકે, રવિવારે શાળા ચાલુ રાખવાનો નિર્ણય સંપૂર્ણપણે શાળા સંચાલકોની સ્વેચ્છા પર આધારિત રહેશે.

અમદાવાદ શહેરમાં તાજેતરમાં ભારે વરસાદને કારણે અનેક દિવસો સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ અને શૈક્ષણિક કામગીરી પર અસર પડી હતી. આ શૈક્ષણિક નુકસાનની ભરપાઈ કરવા માટે જિલ્લા શિક્ષણ વિભાગે ખાસ પહેલ કરી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ અમદાવાદ શહેર પૂર્વ અને પશ્ચિમની તમામ સરકારી, ખાનગી તેમજ સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને નોટિસ જાહેર કરી છે. તેમાં જણાવાયું છે કે ઓગસ્ટ મહિનાના રવિવારે શાળા ચાલુ રાખીને બાકી રહેલું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી શકાય છે.

જો કોઈ શાળા રવિવારે વર્ગો શરૂૂ કરવાનો નિર્ણય લે છે તો તે અંગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અગાઉથી જાણ કરવી જરૂૂરી રહેશે. જેથી વિદ્યાર્થીઓ યોગ્ય આયોજન સાથે શાળામાં હાજર રહી શકે અને કોઈ પ્રકારની ગેરસમજ ઊભી ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *