અનામત આંદોલન: ઇન્ટરનેટથી હવે રસ્તા પર

દેશભરમાં જાતિ આધારિત અનામત (રિઝર્વેશન) સામે વિરોધના સૂર તીવ્ર બની રહ્યા છે. UGCના 2026ના નિયમો પર શરૂૂ થયેલા વિવાદ બાદ આ વિરોધ હવે દેશના ખૂણે-ખૂણે…

દેશભરમાં જાતિ આધારિત અનામત (રિઝર્વેશન) સામે વિરોધના સૂર તીવ્ર બની રહ્યા છે. UGCના 2026ના નિયમો પર શરૂૂ થયેલા વિવાદ બાદ આ વિરોધ હવે દેશના ખૂણે-ખૂણે પહોંચી ગયો છે. હાલમાં જ CJP (કોકરોચ જનતા પાર્ટી) દ્વારા કરવામાં આવેલા પ્રદર્શનોથી આ આંદોલનને વધુ બળ મળ્યું છે. પેપર લીક આંદોલનમાં મળેલી સફળતા બાદ હવે અનામત હટાવવાની માગણી પણ જોર પકડી રહી છે. ઈન્ટરનેટથી શરૂૂ થયેલું આ આંદોલન હવે રસ્તાઓ સુધી પહોંચી ગયું છે. મહારાષ્ટ્રના નાગપુર, રાજસ્થાનના જયપુર, ઉત્તર પ્રદેશના લખનૌ અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં અનામત વિરોધી આંદોલનકારીઓએ મોરચો માંડ્યો છે.

સોશિયલ મીડિયા પર અનામત સામે ’રિઝર્વેશન હટાવો આંદોલન’ (RHA) નામથી એક અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે, જેના ઈન્સ્ટાગ્રામ પર 59 લાખથી વધુ ફોલોઅર્સ થઈ ચૂક્યા છે. RHA એ સરકાર સમક્ષ 5 મુખ્ય માગણીઓ રજૂ કરી છે. જેમાં જાતિ આધારિત કોટા હટાવીને માત્ર આવકના આધારે અનામત આપવામાં આવે. એક પરિવારને અનામતનો લાભ માત્ર એક જ વાર મળે. તમામ વર્ગો માટે ન્યૂનતમ ક્વોલિફાઈંગ માર્ક્સ નક્કી કરવામાં આવે. અનામત વર્ગની ખાલી પડેલી સીટો સામાન્ય કેટેગરીને ટ્રાન્સફર કરવામાં આવે. આર્થિક રીતે પછાત વર્ગને યોગ્ય ન્યાય મળે.

આ માગણીઓને લઈને દેશના અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શનો થયા છે. 30 જુલાઈએ નાગપુરમાં RHAના નેજા હેઠળ હજારો યુવાનોએ રેલી કાઢીને દેશવ્યાપી આંદોલનની શરૂૂઆત કરી હતી. ત્યારપછી લખનૌના શહીદ સ્મારક અને હઝરતગંજ વિસ્તારમાં ’સવર્ણ મોરચા’ અને ’સ્વર્ણ સમાજ’ના સેંકડો લોકો રસ્તા પર ઉતર્યા હતા. આ જ રીતે વિશાખાપટ્ટનમમાં પણ વિરોધ પ્રદર્શનો યોજાયા છે.

દરમિયાન ટીવી ડિબેટ્સમાં અનામત સામે અવાજ ઉઠાવીને ચર્ચામાં આવેલા વિદ્યાર્થી હર્ષ દુબે દિલ્હીના જંતર-મંતર પર મોટા પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે, જોકે દિલ્હી પોલીસે હજુ સુધી આ માટે સત્તાવાર મંજૂરી આપી નથી. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ આ આંદોલનનો સખત વિરોધ કર્યો છે.

 

રાજસ્થાનમાં કરણીસેનાનું અલ્ટીમેટમ

સૌથી મોટું પ્રદર્શન રાજસ્થાનની રાજધાની જયપુરમાં જોવા મળ્યું હતું. અહીં રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણાની આગેવાનીમાં 24 દિવસની 800 કિલોમીટર લાંબી યાત્રા બાદ હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતર્યા હતા. આંદોલનકારીઓએ ભાજપ કાર્યાલય અને મુખ્યમંત્રી આવાસ તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે વોટર કેનન અને લાઠીચાર્જ કરીને તેમને રોક્યા હતા. ચૂંટણીઓમાં ઊઠજ અનામત આપવા અને જાતિગત કાયદાઓની સમીક્ષા કરવાની માગ સાથે 7 દિવસનું અલ્ટીમેટમ આપીને ’રાજસ્થાન બંધ’ની ધમકી આપી છે. આ ઉપરાંત, પોલીસ કાર્યવાહીમાં એક આંદોલનકારીના મોતનો આરોપ લગાવીને મકરાણાએ આગામી સ્થાનિક સ્વરાજ્ય અને પંચાયત ચૂંટણીઓમાં ભાજપને વોટ ન આપવાના સોગંદ લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *