જામનગરના બેડી વિસ્તારમાં એક ધંધાકીય સ્થળે થી રૂૂપિયા 68500, ની કિંમતના માલ સામાનની ચોરી થવા પામી હતી. આ અંગે આજે આજે સાત માસ પછી પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
જામનગરમાં જયંત સોસાયટીમાં રહેતા અને બેડી વિસ્તારમાં મહેન્દ્ર ઓઇલ મીલ નામથી વ્યવસાય કરતા જમનાદાસ વેલજી દોમડીયા એ પોતાના ધંધાકી સ્થળેથી ગત તાં. 24/8/24 થી તા.31/8/24 સુધી ના સમયગાળા દરમિયાન કોઇ તસ્કરો લોખંડના વરમ, શાફટિંગ, નાના – મોટા ગિયર, એચપી મોટર વગેરે મળી કુલ રૂૂપિયા 68,500ની કિંમતના માલ સામાનની ચોરી કરી લઈ ગયા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સાત માસ પાસ પહેલા થયેલ ચોરીના આ બનાવ અંગે આજે પોલીસમાં ગુનો નોંધાયો છે.જેની તપાસ પો.સબ. ઇન્સ.મલેક તપાસ ચલાવી રહ્યા છે.
