ગોંડલમાં સહજાનંદ નગર સોસાયટીમાંથી દારૂ ભરેલી કાર સહિત 2.28 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, રાજકોટ…

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે પોલીસ પ્રશાસન દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને રાજકોટ ગ્રામ્યના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે એક પ્રશંસનીય સફળતા મેળવી છે. ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સહજાનંદ નગર સોસાયટીમાંથી પોલીસે વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે લાલ આંખ કરી છે.

આ સફળ કામગીરીની વિગત મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચની શાખાના સ્ટાફના માણસો ગોંડલ શહેર વિસ્તારમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ અંગે પેટ્રોલીંગમાં હતા. પોલીસે તાત્કાલિક આ કારને રોકીને તેની સઘન તલાશી લેતા તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂૂની 750 એમ.એલ. માપની કુલ 48 કંપની સીલપેક બોટલો મળી આવી હતી. પોલીસે આ વિદેશી દારૂૂનો જથ્થો અને ગુન્હામાં વપરાયેલી રેનોલ્ટ કંપનીની કાર છે, તેને સ્થળ પર જ જપ્ત કરી લીધી હતી.જપ્ત કરાયેલા આ દારૂૂના જથ્થાની કિંમત રૂૂપિયા 78,576/- અને કારની કિંમત રૂૂપિયા 1,50,000/- આંકવામાં આવી છે, જેના આધારે પોલીસે કુલ રૂૂપિયા 2,28,506/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ દારૂૂના જથ્થા સાથે પોલીસે ઘટનાસ્થળેથી 20 વર્ષીય આરોપી કુલદિપભાઇ અરવિંદભાઇ મકવાણા (રહે. ગોંડલ સહજાનંદનગર શેરી નં-1, તા. ગોંડલ, જી. રાજકોટ) ની અટકાયત કરી છે, જેનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. જ્યારે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા અન્ય એક મુખ્ય આરોપી ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફે કુકડો કનૈયાલાલ ઠાકર (રહે. ગોંડલ સહજાનંદનગર) ને પકડવાનો બાકી હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી આગળની શોધખોળ હાથ ધરી છે.

આ સફળ કામગીરી એલ.સી.બી. રાજકોટ ગ્રામ્યના પી.આઈ. જે.પી. રાવ, પીએસઆઈ કે.એમ. ચાવડા, પીએસઆઈ એચ.સી. ગોહીલ, પીએસઆઈ આર.વી. ભીમાણી, પીએસઆઈ પી.એન. ભરવાડ તેમજ એએસઆઈ બાલકૃષ્ણભાઇ ત્રિવેદી, ઇન્દ્રસિંહ જાડેજા, જયવિરસિંહ રાણા, અનિલભાઇ ગુજરાતી અને સમગ્ર એલ.સી.બી. પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *