આનંદો, RMCએ વ્યાજમાફીની મુદત 31 ડિસે. સુધી લંબાવી

રાજકોટમાં મનપાને વેરો ચુકવતા કરવતા કરદાતાઓ ઉપરથી દેવાનો બોજ દૂર કરવા માટે વ્યાજમાફીની યોજના અમલમાં મુકી છે. મિલકતવેરામાં મહતમ રૂૂ.5000, પાણીવેરામાં મહતમ રૂૂ.5000 મળીને કુલ…

રાજકોટમાં મનપાને વેરો ચુકવતા કરવતા કરદાતાઓ ઉપરથી દેવાનો બોજ દૂર કરવા માટે વ્યાજમાફીની યોજના અમલમાં મુકી છે. મિલકતવેરામાં મહતમ રૂૂ.5000, પાણીવેરામાં મહતમ રૂૂ.5000 મળીને કુલ રૂૂ.10 હજારનું વ્યાજ બાદ કરવામા આવે છે. આ યોજનાની મુદત તા.31 ડિસેમ્બર સુધી વધારી આપવાનો ઠરાવ આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ચેરમેન પરેશભાઇ પીપળિયાએ કર્યો હતો.

એક વાત એ પણ છે કે, વ્યાજમાફીની આ સ્કીમમાં મહતમ મુળ રકમ ઉપરાંત મિલકત અને પાણી વેરા બન્ને મળીને વ્યાજમાં મહતમ રૂૂ.10000 સુધીની જ માફી મળવાની છે. એટલે દેખીતી રીતે સ્પષ્ટ થાય છે કે આટલુ ચડત વ્યાજ સામાન્ય વર્ગના લોકોનું જ હોય છે. બીજીબાજુ લાખો રૂૂપિયાનો વ્યાજ સહિતનો વેરો બાકી છે એવા વગદાર બાકીદારો કંઇ રૂૂ.5 હજાર રૂૂપરડીની માફી માટે બાકીની મોટી રકમ ભરવાના નથી જ. જો ભરવાની દાનત હોય તો અત્યાર સધી ભરી દીધા ન હોય એ વાત પણ દીવા જેવી સ્પષ્ટ છે.

અન્ય દરખાસ્તોમાં માધાપર અને મનહરપુર વિસ્તારમાં વિવિધ શેરીઓ અને ટીપી રોડને મેટલીંગ કરવા, આરોગ્ય શાખા હસ્તકના કેન્દ્રોમાંથી નીકળતા બાયો મેડીકલ વેસ્ટના નિકાલ માટે દ્રિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવો. સાધુ વાસવાણી રોડ, ગુરુજી શાકમાર્કેટથી ગંગોત્રી રોડ સુધી રોડની સાઇડમાં પેવીંગ બ્લોક નાખવા. ન્યારી-1 ડેમની સુરક્ષા સ્થિતિ જાણવા માટે સરકાર માન્ય પેનલ દ્વારા ઇન્સ્પેક્શન કરાવવુ. વોર્ડ નં.10માં અદ્યતન ફૂડ લેબોરેટરી, આરોગ્ય કેન્દ્ર અને મેલેરિયા શાખાની ઓફિસ બનાવવી તેમજ ચડત મિલકત વેરા તથા વોટર ચાર્જીસના લેણામાં વ્યાજ માફી આપવાની મુદતમાં વધારો કરવાનો સમાવેશ થાય છે.

લ્યો બોલો, આરોગ્ય ચેરમેનને બાયો મેડિકલ વેસ્ટ અંગે ટપ્પો ન પડતા દરખાસ્ત પેન્ડિંગ
મનપાની આરોગ્ય શાખા હસ્તક આરોગ્ય કેન્દ્રો તેમજ અન્ય સ્થળેથી નીકળતા બાયો મેડિકલ વેસ્ટના નિકાલ માટે દ્રિવાર્ષિક કોન્ટ્રાક્ટ આપવા અંગેની દરખાસ્ત આવી હતી. આરોગ્ય ચેરમેન ડો.રિંકલભાઇ મેઘાણીને આ દરખાસ્ત સંબંધી કોઇ જ માહિતી ન હતી. અહીં એ પણ સામે આવ્યુ છે કે, જે તે વિભાગના ચેરમેન સાથે સંકલન કર્યા વગર જ સંબંધિત ડિપાર્ટમેન્ટે દરખાસ્ત મોકલી દીધી હતી. અભ્યાસ માટે આ દરખાસ્પ પેન્ડીંગ રાખવામા આવી હતી.

જુની મશીનરીની થતી રાત્રિ સફાઇમાં મેઇન્ટેનન્સ! દરખાસ્ત પેન્ડિંગ
શહેરના રાજમાર્ગો પર ચાલતી રાત્રિ સફાઇ ટ્રક માઉન્ટેડ મિકનીકલ પાવર રોડ વેક્યુમ મશીન વાપરવામા આવે છે. આવા કુલ 12 મશીનરી ટ્રક ચાલે છે. તેના મેઇન્ટેનન્સ માટે ત્રણ વર્ષનો રેટ કોન્ટ્રાક્ટ કરવા દરખાસ્ત આવી હતી. જુની મશીનરી હોય તો પછી મેઇન્ટેનન્સ માટે રેટ કોન્ટ્રાક્ટ કરવા ફાયદાકારક રહેશે કે પછી ખર્ચ પાણીમાં જશે? તેનો અભ્યાસ કરવા દરખાસ્ત પેન્ડીંગ રખાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *