હોમ ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ કરતા જોવા મળ્યા
ચેન્નઈ સુપર કિંગ્સ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. IPL 2026માં જેને યેલો આર્મીના ફેન્સ મેદાન પર જોવા આતુર હતા, તેની એક ઝલકથી ખુશીની લહેર ફરી મળી છે. જી હા, એમએસ ધોની સીએસકેના હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. ચેન્નઈ સુપર કિંગ્સ આજે દિલ્હી કેપિટલ્સ સામે પોતાની ચોથી મેચ રમવા ઉતરશે.
આ પહેલા ધોની ચેપોકમાં સપોર્ટ સ્ટાફ સાથે આકરી બેટિંગ કરતો જોવા મળ્યો હતો. જો કે, તે દિલ્હી સામે મેચ રમશે કે નહીં તેને લઈને કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. 28 માર્ચથી શરૂૂ થયેલી આઈપીએલની વર્તમાન સીઝન પહેલા સીએસકે દ્વારા એક અપડેટમાં જણાવવામાં આવ્યું હતું કે, ધોની માંસપેશીઓમાં ખેંચાણના લીધે કેટલીક મેચ મિસ કરી શકે છે. ધોની ત્યારથી ન તો ટીમ સાથે કે ન તો પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો. આ વચ્ચે સીએસકેના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે એક અપડેટમાં કહ્યું હતું કે, તે ઝડપથી રિકવરી કરી રહ્યા છે અને ફરી એકવાર ફિટ થઈ જશે તો મેદાન પર જલદી જોવા મળશે. હવે ધોનીને મેદાન પર પ્રેક્ટિસ કરતો જોઈને ફેન્સ ખુશ છે. તેઓને આશા છે કે, માહી જલદી મેચ રમતો જોવા મળશે ટીમને જીતાડશે.
