ગોંડલ યાર્ડ મરચાંની આવકથી ઊભરાયું; વાહનોને પ્રવેશ બંધ

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ લાલ ચટ્ટાક મરચાની આવક થવા પામી હતી. યાર્ડમાં અંદાજે 80 હજાર થી વધુ મરચાની ભારીની આવક થવા પામી…

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ લાલ ચટ્ટાક મરચાની આવક થવા પામી હતી. યાર્ડમાં અંદાજે 80 હજાર થી વધુ મરચાની ભારીની આવક થવા પામી હતી. યાર્ડ બહાર બન્ને બાજુ 2000 થી 2500 વાહનની 7 થી 8 કી.મી. લાંબી લાઈનો લાગી જવા પામી હતી. હરાજીમાં ભાવ રૂૂપિયા 1000/- થી 2500/- ભાવ ખેડૂતોને મળ્યો હતો. મરચાની પુષ્કળ આવક થતા અને જગ્યા ટૂંકી પડતા યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ તાત્કાલિક ગોંડલ યાર્ડ પર સ્થળ પર પહોંચી અન્ય જગ્યા ભાડે રાખીને ત્યાં મરચા ઉતારવાની વ્યવસ્થા કરી આપી હતી.

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયાએ જણાવ્યું હતું કે યાર્ડમાં છેલ્લા બે દિવસથી મરચાની વિપુલ પ્રમાણમાં આવક થઈ રહી છે. બે દિવસમાં 2500 જેટલા વાહનોમાં 80 હજાર થી વધુ ભારીની આવક થવા પામી છે. ગઈકાલે પણ યાર્ડમાં 2 લાખ ગુણી ધાણા ઉપરાંત ડુંગળી, લસણ, કપાસ, મગફળી સહિતની જણસીની આવકો ચાલુ છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ 250 વિઘા ઉપરાંત આસપાસના ભાડે રાખેલ ગ્રાઉન્ડ 30 વીઘામાં હોવા છતાં અમારી પાસે જણસી ઉતારવાની સગવડ નથી. ગોંડલ યાર્ડના તમામ ગ્રાઉન્ડ વિવિધ જણસી થી ખચોખચ ભરાઈ જવા પામ્યું છે. આજુબાજુ ની જગ્યાઓ પણ ફૂલ થઈ ગઈ છે.

કારણકે આગામી દિવસોમાં હોળીના તહેવારની ત્રણ દિવસની રજા ઉપરાંત માર્ચ એન્ડિંગ ની પણ 8 થી 10 દિવસની રજા આવે છે ત્યારે અત્યારે જે જણસીઓની આવક થઈ છે તે વેચાતા અંદાજે 2 મહિના જેવો સમય લાગશે. ત્યારે હાલમાં જે ખડુતો યાર્ડ બહાર મરચાના વાહનો લઈને ઉભા છે તેઓને વિનંતી છે કે મરચું લઈને જતા રહે અથવા અન્ય જગ્યાએ તેમજ ચટણી બનાવી વેચી નાખવા જણાવ્યું હતું હાલ ગોંડલ માર્કેટિંગ યાર્ડની કેપિસિટી અત્યારે મરચા સંભાળવા માટે નથી.

વધુમાં યાર્ડના ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી મરચાના વાહનોની લાંબી લાઈનો લાગી હતી હજુ પણ 300 જેટલા વાહનો યાર્ડની બહાર ઉભા છે તેઓને પણ જતા રહેવા અથવા અન્ય જગ્યા પર મરચાનો નિકાલ કરવો તેવી અપીલ કરવામાં આવી હતી. કારણે કે નેશનલ હાઇવે નું સાથે સાથે કામ ચાલુ હોય વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે.

ગઈકાલે પણ 3 થી 4 કલાક હાઇવે ઠપ્પ રહ્યો હતો તંત્ર પણ હેરાન પરેશાન છે આગામી દિવસોમાં વાહનો ક્યાં ઉભા રાખવા તેમની મીટીંગ પણ આજે યોજાશે. ખેડૂતોને ગોંડલ માર્કેટિંગ યાર્ડ પર જે રીતે ભરોસો છે તેને સલામ કરી છીએ. ગોંડલ પૂર્વ ધારાસભ્ય જયસરાજસિંહ જાડેજા, યુવા અગ્રણી ગણેશભાઈ જાડેજા, યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા તથા સમગ્ર ટીમ સતત મેહનત કરી રહી છે. ખેડૂતોને ગોંડલ યાર્ડમાં ભાવ સારો મળી રહે છે એટલે સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો ગોંડલ યાર્ડ પર ભરોસો મૂકી રહ્યા છે. પરંતુ હાલ ટ્રાફિક સમસ્યાને કારણે મરચા બાબતે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી મરચું લઈને નહિ આવવા અપીલ કરી હતી. તેમજ ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં જ્યારે વાહન લઈને આવે ત્યારે ટ્રાફિક અવેરનેસ રાખો બહાર હાઇવે પર કામ ચાલુ હોય તેનું ધ્યાન પણ રાખવું. આગામી દિવસોમાં વાહનોની લાઈન હાઇવે પર કરાવી કે ઉમવાડા રોડ અથવા ગુંદાળા રોડ પર કરાવી એ ફરીવાર જાહેરાત યાર્ડના સત્તાધીશો દ્વારા કરવમાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *