નવા પ્રમુખોની વરણી સાથે કોંગ્રેસનું ઘર સળગ્યું

ગુજરાત મૃતપ્રાય કોંગ્રેસને બેઠી કરવા હાઇકમાન્ડે ખુદ મોરચો સંભાળ્યો છે તેમ છતાંય એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા થઈ છે. શહેર-જીલ્લા પ્રમુખોની નિમણૂંકોમાં આંતરિક…

ગુજરાત મૃતપ્રાય કોંગ્રેસને બેઠી કરવા હાઇકમાન્ડે ખુદ મોરચો સંભાળ્યો છે તેમ છતાંય એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા થઈ છે. શહેર-જીલ્લા પ્રમુખોની નિમણૂંકોમાં આંતરિક ડખા જામ્યાં છે. નારાજગીનો દોર યથાવત રહ્યો છે. ત્યારે ખેડા જિલ્લામાં નવા પ્રમુખની વરણી થતા જ કોંગ્રેસમાં ભડકો થયો છે. કોંગ્રેસ દ્વારા નવા પ્રમુખ કાળુસિંહ ડાભીને વરણી કરતાની સાથે જ કોંગ્રેસના હાથ સે હાથ જોડો કોંગ્રેસી કાર્યકર્તાઓમાં વિરોધ જોવા મળ્યો.

કોંગ્રેસના કાળુસિંહ ડાભીની વરણી થતા 28 જુના કાર્યભાર સંભાળવા માટે નિમંત્રણ પત્ર આમંત્રિતોને પાઠવવામાં આવ્યું હતું. નિમંત્રણ પત્રમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલનું નિમંત્રણ પત્રમાં નામ ન હતું. જ્યારે બીજી તરફ હાથે હાથ જોડોના પ્રમુખ નલિત બારોટનું નામ પણ ગાયબ હતું. જેને લઈ કાર્યકર્તાઓ નારાજ થયા હતા.

આ મામલે નારાજગી સામે આવી છે. જેના બાદ હાથ સે હાથ જોડોના પ્રવક્તા દિલીપભાઈ ગઢવી તથા બાબુભાઈ, પોચુભા ખુમાનસિંહ સિસોદિયા (મહામંત્રી), લાલજીભાઈ પરમાર (ખેડા તાલુકા પ્રમુખ, હાથ સે હાથ જોડો) અને બાબુભાઈ ગઢવી (જિલ્લા ઉપપ્રમુખ) દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની વરણીને લઈને અનેક જગ્યાએ વિરોધના સૂર ઉઠ્યા છે. કલોલના બળદેવજી ઠાકોર નહીં, પણ પાટીદાર જિલ્લા પ્રમુખની માંગણી ઉઠી છે. કોંગ્રેસની પાટીદાર વિચારસરણીવાળા પાટીદારોની બેઠક મળી હતી. વિસનગરની એક ખાનગી હોટલમાં આ બેઠક યોજાઈ હતી. જેમાં મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે પાટીદાર મૂકવા માંગણી કરાઈ છે. હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે બળદેવજી ઠાકોરના નામની જાહેરાત કરાઈ છે.

પ્રદેશ પ્રમુખપદ માટે પાટીદાર નેતાઓનો મોરચો
ગુજરાત કોંગ્રેસના નવા સુકાનીનું નામ એકાદ સપ્તાહમાં જાહેર થઈ જાય તેવી શક્યતા છે. ત્યારે કોણ કોણ પ્રમુખપદના પ્રબળ દાવેદાર છે, તેવી ચર્ચા વેગવંતી બની છે. આવામાં પાટીદાર નેતાને પાર્ટીની કમાન સોંપાય તેવી પ્રબળ શક્યતાઓ છે. લાંબા સમયથી પક્ષમાં પાટીદાર નેતાને પ્રમુખ બનાવાય તેવી માંગ ઉઠતી રહી છે. સાથે જ કોંગ્રેસમાં પાટીદાર નેતાઓની સતત અવગણના થઈ રહી છે તેવી પણ કાનાફૂસી થઈ રહી છે. આવામાં હવે પાટીદાર નેતા જ પ્રમુખ પદે આવે તેવી શક્યતાઓ વધી ગઈ છે. પક્ષના પાટીદાર નેતાઓ પાર્ટીની કમાન પાટીદાર નેતાને સોંપાય તેવી માંગ કરી રહ્યાં છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી બે ચાર દિવસમાં પ્રદેશ કોંગ્રેસ સમિતીએ પાટીદાર નેતાઓની એક બેઠક મળવાની છે. જેમાં તમામ પાસાઓની ચર્ચા કરાશે. પાટીદાર નેતાઓ દિલ્હી જઈને રાહુલ ગાંધીને મળીને આ મુદ્દે રજૂઆત પણ કરશે. પાટીદારોએ પણ પ્રદેશ પ્રમુખપદને લઈને મોરચો ખોલ્યો છે. પાટીદાર નેતાઓએ ગાંધીનગરમાં પણ બેઠક કરી હતી, જેમાં પક્ષના ધારાસભ્યો અને નેતાઓ મળ્યા હતા. જેમાં પણ એકસૂર હતો કે, પાટીદારને કોંગ્રેસમાં પ્રતિનિધિત્વ મળતું નથી. તેથી હવે પાટીદાર નેતાને તક આપવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *