ગોંડલ યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયાએ વૃધ્ધ દંપતીને માતા-પિતા તરીકે દત્તક લીધા

માનવીય અભિગમ અને ઉદારતા માટે જાણીતા ગોંડલ યાર્ડનાં ચેરમેન તથા જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ ગોંડલમાં રહેતા અને આર્થિક નબળી પરિસ્થિતિ વચ્ચે સંઘર્ષ કરતા વૃધ્ધ…

માનવીય અભિગમ અને ઉદારતા માટે જાણીતા ગોંડલ યાર્ડનાં ચેરમેન તથા જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાએ ગોંડલમાં રહેતા અને આર્થિક નબળી પરિસ્થિતિ વચ્ચે સંઘર્ષ કરતા વૃધ્ધ બ્રાહ્મણ દંપતિને માતાપિતા તરીકે દતક લઇ શાસ્ત્રોકત પુજન સાથે પુત્ર તરીકે આજીવન ફરજ બજાવવા સંકલ્પ કરી સરાહનીય કાર્ય કર્યુ હતું.

ગોંડલનાં ખોડીયાર નગરમાં રહેતા બ્રાહ્મણ જનકભાઇ જોશી ખાનગી હોસ્પિટલમાં કામ કરેછે.તેમના પત્નિ પ્રતિભાબેન પારકા કામ કરી પતિને મદદરૂૂપ બને છે.આ વૃધ્ધ દંપતિનાં જીવનની કરુણતા એ હતી કે તેમનો એકનો એક યુવાન પુત્ર કિડનીની બીમારીમાં મૃત્યુ પામ્યો. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતા દિકરાની તમામ સારવાર કરી પણ કારગતના નિવડી. આધારસ્તંભ સમો પુત્ર છીનવાઇ જતા વૃધ્ધ દંપતિ હતપ્રત બની ગયા હતા.દર્દને દિલમાં છુપાવી જીંદગી જીવવી પડતી હોય છે.આ દંપતિ પણ વૃદ્ધાવસ્થામાં પેટનો ખાડો પુરવા સંઘર્ષ કરી રહ્યુ હતુ.

વૃધ્ધ બ્રાહ્મણ દંપતિનાં સંઘર્ષની જાણ અલ્પેશભાઈ ઢોલરીયાને થતા તેમણે બૃમ્હ સમાજનાં પ્રમુખ જીતુભાઇ આચાર્યનો સંપર્ક કરી આ વૃધ્ધ દંપતિ ને દતક લેવાની ભાવના વ્યક્ત કરતા જીતુભાઇ આચાર્ય એ તેમની લાગણી બીરદાવી વૃધ્ધ દંપતીને રુબરુ મળી તમે ગુમાવેલો પુત્ર તમને અલ્પેશભાઈ સ્વરુપે પાછો મળી રહ્યો છે.તેવુ કહી ખોડીયાર નગર સ્થિત દંપતિનાં નિવાસસ્થાને બધાને એકઠા કર્યા હતા.

આ વેળા ભુવનેશ્રવરી પીઠનાં અધ્યક્ષ રવિદર્શનજી,જીતુભાઇ આચાર્ય, ગીરીશભાઈ રાવલ, કલ્પેશભાઈ વ્યાસ, યોગેન્દ્રભાઇ જોશી, જીતુભાઇ પંડ્યા, પારસભાઇ જોશી, દિલીપભાઈ વ્યાસ, વીક્કીભાઇ મહેતા સહિત બૃમ્હ અગ્રણીઓની હાજરી વચ્ચે શાસ્ત્રી નિખિલભાઈ જોષી એ વેદોક્ત મંત્રોચ્ચાર અને શાસ્ત્રોકત વિધિ સાથે અલ્પેશભાઈ ઢોલરીયાનાં હસ્તે વૃધ્ધ દંપતિ જનકભાઇ તથા પ્રતિભાબેનનું પુજન કરાવી બન્નેની આરતી ઉતારી સંકલ્પ કરાવતા અલ્પેશભાઈ એ પુત્ર બની આશિર્વાદ મેળવ્યાં હતા.અલ્પેશભાઈ ઢોલરીયાએ ભાવવિભોર બની કહ્યુ કે આજીવન હું આ માતાપિતા ની દેખભાળ સાથે સેવા કરીશ. હું એક સમયે મજુરી કરતો હતો.મારાં માતા પિતાનાં આશિર્વાદથી આ સ્થાને પંહોચ્યો છુ.

આજે જ્યારે બ્રાહ્મણ સ્વરુપા નવા માતા પિતા મેળવ્યાં છે.ત્યારે મારાં જીવનને ધન્ય માનુ છે.આજે પવિત્ર એકાદશી છે.અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મ દિવસ છે.ત્યારે માતા પિતા તથા બૃમ્હ સમાજ દ્વારા મળેલા આશિર્વાદ હું નરેન્દ્રભાઈ મોદીનાં સ્વાસ્થ્ય અને દિર્ઘઆયુ માટે અર્પણ કરુ છુ. અલ્પેશભાઈ ઢોલરીયાની બૃમ્હ સમાજ પ્રત્યેની લાગણી તથા કર્તવ્યને લઇને રવિદર્શનજી, બૃમ્હ સમાજનાં જીતુભાઇ આચાર્ય, ગીરીશભાઈ રાવલ, કલ્પેશભાઈ વ્યાસ, યોગેન્દ્રભાઇ જોષી સહીતે આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *