ગોંડલના વેપારી સાથે શીંગદાણા ખરીદીના નામે રૂા.7.23 લાખની ઠગાઈ

વલસાડના વેપારી તરીકે ઓળખ આપી દલાલ મારફતે સોદો કરી છેતરપિંડી કરી રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકામાંથી વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની એક ઘટના સામે આવી છે.…

વલસાડના વેપારી તરીકે ઓળખ આપી દલાલ મારફતે સોદો કરી છેતરપિંડી કરી

રાજકોટ ગ્રામ્યના ગોંડલ તાલુકામાંથી વેપારી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની એક ઘટના સામે આવી છે. ગોંડલની જી.આઈ.ડી.સી.માં પેઢી ધરાવતા વેપારી પાસેથી વલસાડના એક શખ્સે લાખો રૂૂપિયાના સીંગદાણા મંગાવી લીધા બાદ તેનું પેમેન્ટ ન ચૂકવી હાથ અધ્ધર કરી લેતા આખરે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ગોંડલના ગુંદાળા રોડ પર રહેતા અને જામવાડી જી.આઈ.ડી.સી.-2 માં ’યમુના એન્ટરપ્રાઇઝ’ નામે ભાગીદારીમાં સીંગદાણાનો વેપાર કરતા વિજયભાઇ મગનભાઇ ડેડકીયાએ વલસાડના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત ઓક્ટોબર 2025 માં જૂનાગઢના દલાલ રાકેશભાઇ કારીયા મારફત તેમને વલસાડના કીશનભાઇ મનોજભાઇ સવસાણી (મધુસુદન એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર) સાથે સંપર્ક થયો હતો.

આરોપી કીશનભાઇએ વિડિયો કોલ દ્વારા સીંગદાણાનો માલ જોયો હતો અને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ, તારીખ 07/10/2025 ના રોજ એક અજાણ્યો શખ્સ માલ ચેક કરવા વેપારીની પેઢી પર આવ્યો હતો અને માલ બરાબર હોવાનું જણાવી ટ્રક મોકલવાની વાત કરી હતી. તે જ દિવસે બપોરે ટ્રક (નંબર: ૠઉં-11 ટટ-1846) માં 198 કટ્ટા સીંગદાણા, જેની કુલ કિંમત રૂૂ. 7,23,492/- થતી હતી, તે વલસાડ મોકલવામાં આવ્યા હતા.
માલ મળી ગયા બાદ પણ આરોપીએ વેપારીને પેમેન્ટ ચૂકવ્યું ન હતું. વેપારી અને તેમના ભાગીદારે વલસાડ જઈ રૂૂબરૂૂ ઉઘરાણી કરતા આરોપીએ બહાના બતાવી થોડા દિવસોમાં પૈસા આપી દેવાની ખાતરી આપી હતી. જોકે, ત્યારબાદ આરોપીએ પોતાનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો અને દલાલ તરફથી પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો.

ફરિયાદીના જણાવ્યા અનુસાર, તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ આરોપી કીશનભાઇએ અગાઉ જૂનાગઢના પણ એક વેપારી સાથે સીંગદાણા બાબતે છેતરપિંડી આચરી હતી અને ત્યાં પણ તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ ચુકી છે. વેપારીએ લાંબો સમય રાહ જોયા બાદ અને આરોપી દ્વારા પેમેન્ટ આપવા માટે સતત બહાના બતાવવામાં આવતા આખરે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.

ગોંડલ સીટી બી-ડિવિઝન પોલીસે વિજયભાઇની ફરિયાદના આધારે આરોપી કીશનભાઇ મનોજભાઇ સવસાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (ઇગજ) ની કલમ 316(5) મુજબ વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર રમેશકુમાર તેજાભાઇ પરમારને સોંપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *