ગોંડલ શ્રીમાળી સોની સમાજ દ્વારા ડેપ્યુટી કલેકટરને મોરબી શહેરમાં તા.20/02/2026 ના રોજ નિર્દોષ સોની યુવાનની બનેલી નિર્મમ હત્યાની ઘટનામાં આરોપીઓ ઉપર કડકમાં કડક પગલાંની માંગ લઈને દરબાર ચોક ખાતેથી બાઈક રેલી યોજી પિડીત પરિવારને સંપૂર્ણ ન્યાય અપાવવા અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મોરબી શહેરના સોની જતીનભાઈ રસિકભાઈ આડેસરા, ઉ.વ.33 ની નિર્દય હત્યાની ઘટનાને પગલે સમગ્ર રાજયમાં તેમજ ગોંડલમાં અત્યંત રોષ જોવા મળ્યો હતો. જાહેર રસ્તા ઉપર સામાન્ય ઓવરટેક કરવા જેવી સામાન્ય બોલાચાલીમાં જતીનભાઈની ક્રુર હત્યા કરવામાં આવી તે અત્યંત દુ:ખદ અને ચિંતાનો વિષય બનવા પામ્યો છે આવી ખુલ્લેઆમ થયેલી આ ગંભીર ઘટનાથી સામાન્ય નાગરીકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.
કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબુત બનાવી આ કેસમાં ઝડપી અને પારદર્શક તેમજ નિષ્પક્ષ તપાસ કરી આરોપીને કડક સજા અને પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે ગોંડલ સોની સમાજ પ્રમુખ મુકેશભાઇ પાટડીયા મુકુલભાઈ જડીયા નલીનભાઇ જડીયા ગોપાલભાઈ સિમેજીયાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં શ્રીમાળી સોની સમાજ તેમજ ગોલ્ડ ડીલર એસો. દ્વારા દરબાર ચોક ખાતે એકઠા થઇ રોષ પુર્વક અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખી બાઈક રેલી યોજી ગોંડલ ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદનપત્રમા જણાવ્યું હતું કે મોરબીમા સામાન્ય બોલચાલમાં વાત હત્યા સુધી પહોંચી જાય તે ગંભીર બાબત કહેવાય આ પ્રકરણમાં સંકળાયેલા તમામ આરોપીઓ પર તાત્કાલીક ધોરણે કાયદેસરની કડક કાર્યવાહી કરી દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી કાર્યવાહી થાય જેથી સમાજમાં કાયદાનો ભય જળવાઈ રહે અને લોકો નિર્ભય અને શાંતિપૂર્વક રહી શકે.આ ઘટના માત્ર એક પરિવાર માટે નહી પરંતુ જાહેર રસ્તો વાપરનાર તમામની સલામતી માટે ચિંતા ઉપજાવનાર હોય જેથી દાખલો બેસે તેવી પરિણામલક્ષી કડક કાર્યવાહી આ કેસમાં ત્વરીત કરવા માંગ કરી હતી.
