વિધાનસભામાં ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાનો પ્રશ્ર્ન : તાત્કાલિક લાયકાત ધરાવતાં તબીબો અને સ્ટાફની ભરતી કરવા માંગ
ગુજરાત વિધાનસભા ના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય સિવિલ હોસ્પિટલ વેરાવળ માં લાંબા સમયથી ખાલી પડેલી વર્ગ-1 થી 4 ની જગ્યાઓ અંગે તેમણે આરોગ્ય મંત્રી સમક્ષ આક્રોશ સાથે રજૂઆત કરી હતી કે એક તરફ સરકાર ’રોગમુક્ત ગુજરાત’ ની વાતો કરે છે, તો બીજી તરફ ગીર સોમનાથ જેવા મહત્વના જિલ્લામાં વર્ષોથી તબીબો અને કર્મચારીઓની અછત છે. વર્ષોથી ખાલી જગ્યાઓ કયા વિભાગમાં કેટલીક અછત? ધારાસભ્ય એ ગૃહ માં આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2019 થી સરકારને લાયક ઉમેદવાર નથી મળી રહ્યા, જે વહીવટી નિષ્ફળતા સૂચવે છે.
હોસ્પિટલ ની સ્થિતિ અંગે વિગતો આપતા જણાવ્યું કે, મુખ્ય અધિક્ષક વેરાવળ સિવિલના મુખ્ય અધિક્ષકની જગ્યા 1/03/2019 થી ખાલી છે. ઓર્થોપેડિક સર્જન આશ્ચર્યજનક રીતે આ જગ્યા છેલ્લા 15 વર્ષથી એટલે કે 20/07/2010 થી ખાલી પડેલી છે. સ્ત્રી રોગ નિષ્ણાંત (ૠુક્ષયભજ્ઞહજ્ઞલશતિ)ં 25/07/2024 થી બે જગ્યાઓ ખાલી છે. જનરલ સર્જન 17/05/2025 થી બે જગ્યાઓ ખાલી છે. રેડિયોલોજી 1 જગ્યા ખાલી છે. ફોરેન્સીક એક્સપર્ટ ખાલી જગ્યા 1 ક્લિનિક સાયકોલોજિસ્ટ ની ખાલી જગ્યા 1 વહીવટી અધિકારી ખાલી જગ્યા 1 અને 12 જગ્યાઓ છેલા 15 વર્ષ કરતા વધુ સમય થી ખાલી છે જેમાં જુનિયર ક્લાર્ક ની એક જગ્યા છેલ્લા 25 વર્ષ થી ખાલી પડેલ છે. આમ, વિવિધ વિભાગો ની કુલ મળીને વર્ગ-1 થી 4 ના કર્મચારીઓની અંદાજે 44 જેટલી જગ્યાઓ ખાલી હોવાથી ગરીબ દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા એ લાગણીસભર રજૂઆત કરતા કહ્યું કે, “જ્યાં દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ અને કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક શ્રી સોમનાથ મહાદેવ બિરાજમાન છે, જ્યાં વિશ્વભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે, ત્યાંની મુખ્ય સરકારી હોસ્પિટલમાં આરોગ્ય કર્મચારીઓની આટલી મોટી અછત હોય એ આપણા સૌ માટે ગંભીર બાબત છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે જો સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે લાયકાત ધરાવતા તબીબો અને સ્ટાફ ની ભરતી કરવામાં નહીં આવે, તો ગીર સોમનાથ જિલ્લાના લોકો માટે આરોગ્ય સેવાઓ માત્ર કાગળ પર રહી જશે તેમ અખબારી યાદીમાં જણાવેલ છે.
