જલારામનગરમાં બહેનના ઘરની બહાર સોની વેપારીનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાત

મગજની દવા ચાલુ હતી, કામ ધંધો ચાલતો નહોતો : વેપારીના મોતથી પરિવારમાં શોક સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળતા ઘણા વેપારીઓ આર્થિક ભીંસમાં મુકાયા…

મગજની દવા ચાલુ હતી, કામ ધંધો ચાલતો નહોતો : વેપારીના મોતથી પરિવારમાં શોક

સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળતા ઘણા વેપારીઓ આર્થિક ભીંસમાં મુકાયા છે.ઘણા વેપારીઓને ખોટનો સામનો કરવો પડ્યો છે.ત્યારે રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ નીલકંઠ ટોકીઝની પાછળ આવેલા મેહુલ નગર માં રહેતા અને સોની બજારમાં જ્વેલર્સની પેઢી ધરાવતા સોની વેપારીએ આર્થીકભીંસથી કંટાળી ગઈકાલે બપોરના સમયે કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલની પાછળ બહેનના ઘરના દરવાજા પાસે જ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું આજે બપોરના સમયે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

વધુ વિગતો મુજબ, મેહુલ નગરમાં રહેતા હરિકૃષ્ણ ભાઈ જયચંદભાઈ રાણપરા નામના 58 વર્ષના સોની વેપારી ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા ની આસપાસ કાલાવડ રોડ પર આવેલી વોકહાર્ટ હોસ્પિટલ ની પાછળ આવેલા જલારામ નગરમાં બહેન ના ઘર પાસે હતા.ત્યારે તેઓએ કોઈ ઝેરી દવા પી લીધી હતી.જેથી બહેન શર્મિલાબેન ને જાણ થતા તેઓએ તુરંત જ તેમના ભાઈ હરિકૃષ્ણને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેઓનું આજે બપોરના સમયે ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

હરિકૃષ્ણ ભાઈને સંતાનમાં એક દીકરો અને બે દીકરી છે તેમજ પોતે બે ભાઈ બે બહેનમાં મોટા હતા તેઓ ને દસ વર્ષ પહેલા બાયપાસ કરાવ્યું હતું અને તેમની મગજની દવા ચાલુ હતી તેઓની બજારમાં શ્રી જ્વેલર્સ નામે પેઢી ધરાવતા હતા જોકે છેલ્લા ઘણા સમયથી તેમનો ધંધો ચાલતો નહોતો જેથી તેઓ આર્થિકભીંસમાં મુકાઈ ગયા હતા અને માનસિકની દવા પણ ચાલુ હતી અને ગઈકાલે તેઓ એ કંટાળી તેમના બહેનના ઘર પાસે જઈ પગલું ભરી લીધું હતું.આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *