ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકોના કરેડા ગામમાં મકાનના બંધ રૂૂમના તાળા તોડી અભરાઈ પર રાખેલા હાંડામાં મુકેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી રૂૂા. 65,500 ની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કરેડા ગામે લાલવાડી સીમમાં રહેતા લવજીભાઈ જેરામભાઈ ચૌહાણે ઘોઘા પોલીસ મથકમાં અજાણ્યા શખસ સામે ફરીયાદ નોંધાવી હતી કે રાત્રીના તેઓ અને તેના પત્ની બન્ને પડવા ગામે ભાગવી રાખેલી વાડીમાં ઘંઉં, બાજરી અને તલનું વાવેતર કર્યું હોય ત્યા દેખરેખ રાખવા અને તેનો દિકરો નોકરી ઉપર ગયો હતો. તે વેળાએ મધ્યરાત્રીના અજાણ્યા શખસે તેઓના મકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી રૂૂમના તાળા તોડી સામાન વેરવિખેર કરી નાખી ઉભરાઈ ઉપર મુકેલા વાસણો પૈકી એક હાંડામાં રાખેલા સોનાનું પેન્ડલ કિ.10,000, સોનાની ચુક કિ.5000, સોનાની કડી કિ.3000, ચાંદીના છડા કિ.15,000, ચાંદીનો કમર કંદોરો કિ 10,000. અને રોકડ રૂૂા. 22,500 મળી કુલ રૂૂા.65,500 ના દરદાગીનાની ચોરી કરી નાસી છુટ્યા હતા. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
